કોરોનાની વેક્સિન આવી ગઈ ?, આ દેશમાં ડોઝ આપવાની તારીખ થઈ નક્કી

અમેરિકાથી કોરોના વાયરસ વેક્સિનને (COVID-19 Vaccine) લઈને સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં કોરોના વેક્સિનનો ડોઝ ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. અમેરિકામાં સરકારના વેક્સિન પ્રોગ્રામના ચીફ સાઈન્ટિફિક એડવાઈઝર ડો.મોન્સેફ સ્લોઇએ કહ્યું છે કે મંજૂરી મળ્યાના 24 કલાકમાં વેક્સિન અન્ય રાજ્યોમાં મોકલી આપવામાં આવશે.

રોયટર્સની એક રિપોર્ટ અનુસાર, ઓપરેશન વાર્પ સ્પીડ વેક્સિન પ્રોગ્રામના ડો. સ્લોઇએ NBCના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,આ વેક્સિન રાજ્યોની વસ્તીના આધારે ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના એડવાઈઝર્સે 10 ડિસેમ્બરના રોજ ફાઇઝરની વેક્સિનને ઇમરજેન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે બેઠક કરશે. જણાવી દઇએ કે,થોડા દિવસ પહેલા ફાઇઝર અને બાયોએનેટેકે વેક્સિન ઈમરજેન્સીના ઉપયોગ માટે FDAની મંજૂરી માંગી હતી.

છેલ્લા પરીક્ષણોમાં, ફાઈઝર અને તેના જર્મન પાર્ટનર બાયોએનટેક દ્વારા ઉત્પાદિત વેક્સિન 95% સુધી અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, “પ્રારંભિક પરીક્ષણો દર્શાવે છે કે તે વેક્સિનના પ્રથમ ડોઝના 28 દિવસની અંદર તેની અસર બતાવવાનું શરૂ કરે છે.”

લોકોને આ વેક્સિનના બે ડોઝ ત્રણ અઠવાડિયામાં આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ફાઈઝરને આશા છે કે, વર્ષના અંત સુધીમાં 25 કરોડ લોકો માટે વેક્સનના ડોઝ તૈયાર થઈ જશે.

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે

અમેરિકા કોરોનાથી વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકામાં સૌથી વધુ કન્ફર્મ કેસો અને મૃત્યુ થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1.22 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે 2.56 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે, જ્યાં આ વાયરસથી 34 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. સાડા ​​ત્રણ લાખ કેસની સંખ્યામાં લોસ એન્જલસ ટોપ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap