અમરેલી ખાતે આવી પહોંચી કોરોના વેક્સિન,જાણો કેવી છે તૈયારીઓ

રાજેશ દેથલીયા,અમરેલી: કોરોનાની મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે.પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે આજરોજ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લા માટે કૂલ ૧૧,૫૦૦ જેટલો વેક્સીન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ સ્વાગત કર્યું હતું.

અમરેલી ખાતે આવી પહોંચી કોરોના વેક્સિન,જાણો કેવી છે તૈયારીઓ

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્સીનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્ટમાંથી ઉગારવા જે વેક્સીનનું નિર્માણ કર્યું છે, તે આજે અમરેલીના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે, તે આનંદની ક્ષણો છે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. આજે અમરેલી ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે અમરેલીના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસીનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે.

અમરેલી ખાતે આવી પહોંચી કોરોના વેક્સિન,જાણો કેવી છે તૈયારીઓ

અમરેલી ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડીકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો આજે અમરેલી જિલ્લાને પ્રાપ્ય થયો છે.

અમરેલી ખાતે આવી પહોંચી કોરોના વેક્સિન,જાણો કેવી છે તૈયારીઓ

ઉલ્લેખનિય છે કે, કોવિડ વેકસીન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨° થી લઈને ૮° સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરીયર્સ એવા આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવશે. અમરેલી જિલ્લામાં કુલ ૬ સ્થળોએ વેકસીન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સીન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સીન વાન ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap