લગ્નની સિઝન શરૂ પણ થઈ રહી છે. સરકારે 200 લોકોની જગ્યાએ 100 લોકોની મર્યાદામાં લગ્ન કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેથી મર્યાદિત સંખ્યામાં કેમ લગ્ન કરવા તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વચ્ચે વલસાડથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે દુલ્હન જ કોરોના પોઝિટિવ આવતા રંગમાં ભંગ પડ્યો હતો.
કોરોના રોગચાળાએ મોટાભાગના લોકોનું જીવન ખોરવાયું છે. આવો જ એક વિચિત્ર કિસ્સો ગુજરાતનો છે, જ્યાં એક કન્યાને વિદાય પછી સાસરીમાં જવાને બદલે ક્વોરન્ટાઇન થવું પડ્યું
વલસાડમાં યુવતી તેના લગ્નની ખરીદી કરવા માટે થોડા દિવસ પહેલા મુંબઇ ગઇ હતી.જ્યારે આરોગ્ય વિભાગની ટીમ તેની તપાસ માટે પહોંચી ત્યારે તેણીના લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે.
જાનૈયાઓ મહારાષ્ટ્રથી આવ્યા હતા. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગ મેરેજ હોલમાં પહોંચ્યું અને ત્યાં હાજર તમામ લોકોની તપાસ કરી. પરંતુ કોરોના પરીક્ષણમાં, દુલ્હન સિવાય તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા. દુલ્હનને કોરોના પરીક્ષણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, તેણીએ સાસરીયાવાળાને છોડીને ક્વોરન્ટાઇન થવું પડ્યુ.
