કોરોના ચાલે છે એટલે શું નોકરી ધંધો છોડી દેવો ?

ડૉ. યોગેશ ગુપ્તા: કોરોનાની શરૂઆત થતાં જ સરકારે લોકડાઉન અંગે નિર્ણય કર્યો,આપણે બધાએ તેને માન આપીને ઘરે બેઠા. માત્ર એક જ વ્યક્તિને રોજિંદી જરૂરિયાતની ખરીદી માટે આવનજાવન કરવા માટે છૂટ આપવામાં આવી. સરકાર અને આપણે એવું માનતા હતા કે આ નીતિ નિયમોને કારણે લોકોને નિયંત્રિત કરવામાં અને જયારે લોકડાઉન ખુલે ત્યારે social distancing નો અર્થ સમજાઈ ગયો હશે. પણ આજે જુઓ આપણે કેટલા ખોટા હતા. જે મનુષ્યો શીખવામાં નિષ્ફ્ળ જાય છે જે અ માનવીઓ કરતા પણ વધારે ખરાબ હોય છે.અરે જે માણસો નથી એવા પણ ઝડપથી અને કાયમી ધોરણે શીખે છે.

સરકારે જેવી અનલોકની જાહેરાત કરી કે તરત આપણે એટલે કે મનાવીઓ એ આપણો સાચો રંગ બતાવી દીધો. તમે કદાચ પોતે જોયું, અનુભવ્યું હશે કે પહેલાની જેમ જ દુકાનો, મોલ્સ, ચાની કીટલીઓ, પાનના ગલ્લાઓ અને બધે જ પહેલાની જેમ ભીડ ઉમટી પડી. તમે જુઓ ભારતમાં કોરોનાનો આંકડો રોજના લાખ તરફ આગળ ધસી રહ્યો છે ત્યારે લોકોના મન અને મગજમાં એવું થઇ ગયું છે કે જાણે હવે કોરોના છે જ નહિ. હવે આ બધું વાંચીને ઘણાને પ્રશ્ન થશે કે તો શું અમે કામ ધંધા બંધ કરી દઈએ ? શું હવે કોરોના રહે ત્યાં સુધી ઘરે જ બેસીએ ? તો આવા લોકો માટે ડૉક્ટર તરીકે મારા કેટલાક સૂચનો છે; (દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22,68,676 પહોંચી ગઈ છે)

  • જ્યાં સુધી સ્થિતિ સામાન્યન બને ત્યાં સુધી જો શક્ય હોય તો ઘરેથી જ કામ કરવું. તમારા ઘરની રોજિંદી જરૂરિયાત અને ચીજ વસ્તીઓ લાવવા માટે કોઈ એક જ વ્યક્તિને જવાબદારી સોંપવી
  • તમારી ઓફિસ માં social distancing નો કડક અમલ કરવો, બહારથી આવતા લોકો ને ઓફિસમાં શક્ય એટલો ઓછો પ્રવેશ આપવો, હેલ્થ માર્ગદર્શિકાનું પાલન કરવું
  • મીડિયા અને રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ વિનંતી, છેલ્લા એક મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે રાજકીય નેતાઓ મોટા ભાગે કોરોનામાં સપડાઈ રહ્યા છે, મારી રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોને સલાહ છે કે તમે સામાજિક કાર્ય કરો પણ હેલ્થ માર્ગદર્શિકાનું પાલન કરવાનું ન ભૂલો કેમકે તમે માત્ર પોતાની જાતને નહિ પણ તમારી આસપાસ સંકળાયેલા હજ્જારો લોકોને જોખમમાં મુકો છો, અને આવી સમાજ સેવાન હોય.
  • જો તમારી ઓફિસમાં કે તમારા સહકર્મીમાં કોઈ પણ કોરોનાના લક્ષણ દેખાય કે શંકાસ્પદ લાગે તો એની તપાસ કરાવવામાં જરાય કચાસન રાખો.
  • દુકાનો, શોપીંગ મોલ્સમાં કોરોના ગાઈડલાઈનનું સખ્ત પણે પાલન થવું જોઈએ,તેમણે તેમના ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સીંગ નું પાલન કરાવવું અને ગ્રાહકોને માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.
  • બધી મોટી દુકાનો અને મોલ્સમાં ઓછામાં ઓછા કિંમતે જ્યાંથી પ્રવેશ થતો હોય ત્યાં જ માસ્ક ઉપલબ્ધ રાખવા જોઈએ અને માસ્ક વિના કોઈને પણ એન્ટ્રીન આપવી જોઈએ.
  • સોસાયટીઓએ હજી પણ લોકડાઉનની માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવું જોઈએ

આરોગ્ય અને અર્થવ્યવસ્થા બંનેને સરખી રીતે ચાલવા દેવાની સરકારની ફરજ છે.આરોગ્ય સંભાળના લડવૈયાઓ જીવન જોખમમાં પણ રાત-દિવસ પોતાની ફરજો નિભાવી રહ્યા છે. પરંતુ જો નાગરિકને લાગે છે કે તેઓ ગમે તેમ અને ગમે ત્યાં ભટક્યા કરશે અને સમાજમાં બધાને જોખમમાં નાખશે, તો હું માનું છું કે લોકોને સારવારનો ખર્ચ ભોગવવા દો.

Free does not mean it’s really free

લેખક : ડૉ. યોગેશ ગુપ્તા

MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]

2 thoughts on “કોરોના ચાલે છે એટલે શું નોકરી ધંધો છોડી દેવો ?

  1. Rightly said – “Free does not mean its really free” Every one should understand the cost attached. If not to individual then to govt.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap