મોરબીની સરકારી કોલેજમાં જ કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી, જુઓ આ વીડિયો

રવિ નિમાવત, મોરબી: કોરોના મહામારીને ધ્યાને લઈને સરકારે અનેક પ્રતિબંધો લગાવ્યા છે. અગાઉ લોકડાઉન સમયથી બંધ શાળા અને કોલેજો હજુ પણ શરુ કરવામાં આવી નથી જોકે સરકારના નિયમો અને ગાઈડલાઈન્સના સરકારી કોલેજ ધજાગરા ઉડાવતી જોવા મળે છે.

હળવદમાં આવેલ કોલેજમાં સોશ્યલ ડીસટન્સના લીરેલીરા ઉડતા જોવા મળે છે અને વીડિયો વાયરલ થઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ હળવદની ડી વી રાવલ કોલેજ ખાતે બી.એ ના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા બોલાવ્યા હતા, જેમાં એક ક્લાસમાં ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા જ્યાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો એક જ ક્લાસરૂમમાં મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા.

કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા એટલું જ નહિ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે સરકારી કોલેજના સંચાલકો અને સરકારી તંત્ર સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

તો સમગ્ર બનાવ મામલે કોલેજના પ્રિન્સીપાલ ડો.જે.એન.માલાસણાએ જણાવ્યું હતું કે બીએની પરીક્ષાના ફોર્મ ભરવા બી.એ.ના ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેઓને અલગ-અલગ ત્રણ ગ્રુપમાં બેસાડ્યા હતા જ્યાં સેનેટાઈઝર અને માસ્ક સાથે કોલેજમાં એન્ટ્રી કરાવવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો. જોકે વીડિયોમાં સ્પષ્ટ જોઈ સકાય છે કે સોશ્યલ ડીસટન્સ જળવાયુંના હતું ત્યારે ટ્રસ્ટ સંચાલિત સરકારી કોલેજના સંચાલકો સામે સરકાર અને તંત્ર કોઈ પગલા લેશે કે કેમ તેવા સવાલો ચર્ચાય રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap