દેશમાં કોરોનાના કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,021 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ સંખ્યા 99,56,557 પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ મુજબ, સક્રિય કેસની સંખ્યા ઘટીને 3,22,366 થઈ ગઈ છે, જ્યારે 94,89,740 દર્દીઓ હોસ્પિટલોમાંથી સાજા થયા છે. દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 355 લોકો મૃત્યુ નોંધાયા છે, જેનાથી સમગ્ર દેશમાં મૃત્યુની સંખ્યા 1,44,451 પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કુલ સંક્રમણની સંખ્યા વધીને 3.34 ટકા થઈ છે. મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 17 દિવસથી દરરોજ 40,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા સાત દિવસોમાં, ભારતમાં પ્રતિ મિલિયન વસ્તીના નવા કેસોની સંખ્યા 147 છે, જે વિશ્વમાં સૌથી ઓછી છે. જોકે, ચિંતાનો વિષય છે કે દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75.19 ટકા મોત નોંધાયા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો પાછલા 24 કલાકમાં કોરોનાના 1160 નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,31,071 પર પહોંચી ચૂકી છે. જ્યારે આ અત્યાર સુધી રાજ્યમાં 4203 લોકોના મોત નિપજ્યા છે.
