કોરોના પર 94.5 ટકા અસરકારક હોવાનો દાવો, કેટલી મોંઘી છે મૉડર્ના વેક્સિન?

મૉડર્ના પોતાની વોક્સિનના દરેક ડોઝ માટે લોકો પાસેથી 25 ડોલરથી 37 ડોલર (1850થી 2740 રૂપિયાની વચ્ચે) વસૂલશે. આ કિંમત ડોઝની માત્રા પર આધારિત છે. મૉડર્નાના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન બેનસેલે જર્મનીના સાપ્તાહિક મેગેઝિન વેલ્ટ એમ સોનટેગથી આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે,”અમારી વેક્સિનની કિંમત એટલી છે જેટલા કોઈ ફ્લૂ શોટ માટે ખર્ચ થાય છે, જે 10 ડોલરથી 50 ડોલરની વચ્ચે હોય છે.”

રૉયટર્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, સોમવારે વાતચીતમાં સામેલ એક યુરોપિયન અધિકારીએ જણાવ્યું હતું કે,યુરોપિયન કમિશન મૉડર્ના સાથે કરાર કરવા ઇચ્છે છે જેમાં ઉમેદવારે ડોઝ માટે 25 ડોલરથી ઓછા ચૂકવવા પડે છે. યુરોપિયન યુનિયન જુલાઈથી મૉડર્ના સાથે વાતચીત કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, મૉડર્નાએ દાવો કર્યો છે કે તેની વેક્સિન કોરોનાને રોકવામાં 94.5 ટકા અસરકારક છે. આ દાવો છેલ્લા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના વચગાળાના ડેટા પર આધારિત છે. તમને જણાવી દઈએ કે ફાઇઝર અને તેના ભાગીદાર બાયોએન્ટેક બાદ મૉડર્નાએ બીજી કંપની છે, જેમણે અસરકારકતાના આવા દાવા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap