દેશમાં કોરોનાના કેસમાં થયો વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

જુલાઈ બાદથી કોરોના સૌથી ઓછા કેસ નોંધાયા બાદ એક દિવસમાં ભારતમાં બુધવારે કોરોનાના નવા 23,950 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 10,099066 થઈ ગઈ છે. ગઈકાલે કોરોનાના 19,556 કેસ નોંધાયા હતા, જે 173 દિવસ પછીનો સૌથી નીચો આંકડો હતો.

જોકે, રાહતની વાત એ છે કે, સક્રિય કેસોની સંખ્યા 3 લાખથી ઓછી છે અને હવે 2,89,240 છે.પાછલા 24 કલાકમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 333 હતી. જે બાદ આ મહામારીથી મરનારા લોકોના આંકડો 1,46,444 પર પહોંચી ગયો છે.

કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 96,63,382 પહોંચી છે. દેશમાં કોરોના મામલે કુલ મૃત્યુ દર 1.45 ટકા છે. ICMRના અનુસાર, મંગળવારે ટેસ્ટ કરવામાં આવેલા 10,98,164 નમુનાઓની સાથે 22 ડિસેમ્બર સુધીમાં કુલ 16,42,68,721 નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap