પાર્થ મજેઠિયા, ભાવનગર: ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટના ચેરમેનનો વિવાદ કે જેમાં હજુ કોઈ પક્ષ તરફી નિર્ણય નથી આવ્યો.પરંતુ જે તે સમયે ચેરમેનનો દાવો કરનાર આચાર્યપક્ષના રમેશ ભગત સહિતના લોકોને ચેરમેનની ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આગવી ભૂમિકા ભજવનાર ડીવાયએસપી નકુમ સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે, ગઈ કાલે ગારીયાધાર મહુવામાં નારાજ હરિભકતોએ મંદિરમાં પોલીસની આ ભૂમિકા સામે રોષ ઠાલવી તેની સામે યોગ્ય પગલા ભરવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.જયારે આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને હરિભક્તોએ આવેદનપત્ર પત્ર પાઠવીને ડીવાયએસપી નકુમ સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં 6 ડિસેમ્બરે ડીવાયએસપી નકુમનો બિભત્સ શબ્દો અને માર મારવાના બનાવના અંગેના સી.સી.ટી.વી ફૂટેજ વાયરલ થયા હતા અને જેને લઈને ભારે ચકચાર જગાવી હતી આચાર્ય પક્ષ કે દેવપક્ષના ચેરમેન બાબતે હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી પરંતું ડીવાયએસપી રાજદીપ સિંહ નકુમના વાણી વર્તન બાબતે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી હરિભક્તોમાં ઉઠી છે અને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યાં છે.
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની ચૂંટણીનો મામલો ભૂતકાળમાં કોર્ટ સુધી પહોંચ્યો હતો અને આખરે એકાદ વર્ષ પૂર્વે ચૂંટણી યોજાઈ અને આચાર્ય પક્ષના હાથમાંથી સતા સરકી ગઈ અને દેવપક્ષના હાથમાં સત્તા આવી ગઈ પરંતુ સત્તા પરિવર્તન બાદ પણ શાંતિ સ્થપાણી નહીં કંઈને કંઈ વિવાદ ચાલી રહ્યો છે તેમાં ચેરમેનની ચૂંટણી અને ડીવાયએસપીનો વિવાદ વઘુ વકર્યો છે. હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં કેવો રંગ જોવા મળે છે.
