આપણા મહાન બંધારણની પ્રસ્તાવના પણ છે જાણવા જેવી, જાણીને પ્રાઉડ ફીલ કરશો

ભારતમાં સંવિધાન દિવસ 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949માં પસાર થયું હતું. પછી તે 26 જાન્યુઆરી 1950થી દેશમાં અમલમાં આવ્યો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતના સંવિધાનના નિર્માતા છે. તેઓ સંવિધાન મસૌદા સમિતિના અધ્યક્ષ હતા.

ભારતનું બંધારણ એક લેખિત બંધારણ છે. સંવિધાનની શરૂઆતમાં એક પ્રસ્તાવના પણ લખી છે, જે બંધારણની મૂળ ભાવનાને સામે રાખે છે. શું તમે પ્રસ્તાવને જાણો છો? પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે 1976માં 42મા બંધારણીય સુધારા કાયદા દ્વારા તેમાં સુધારો કર્યો હતો.

બંધારણને સમજતા પહેલાં સમજો કે પ્રસ્તાવના શું છે અને તેને પ્રસ્તાવના પણ કેમ કહેવામાં આવે છે? તો ચાલો આપને કહીએ..પ્રસ્તાવનાનો અર્થએ છે કે,ભારતીય બંધારણના મૂળ આદર્શોને પ્રસ્તાવના દ્વારા બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આ આદર્શો પ્રસ્તાવનામાં ઉલ્લેખિત શબ્દો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.

ડૉ.બી.આર. આંબેડકર પ્રખ્યાત સમાજ સુધારક, રાજકારણી, અને ન્યાયશાસ્ત્રી હતા અને ભારતીય બંધારણના પિતા તરીકે પણ ઓળખાય છે. 29 ઓગસ્ટ, 1947 ના રોજ તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. તે એ વ્યક્તિ હતા જેમણે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો અને વર્ષ 2015માં આંબેડકરની 125 મી જન્મજયંતિ હતી.

ભારતના બંધારણ દિવસનો હેતુ ભારતીય બંધારણ અને તેના નિર્માતા ડો.બી.આર. આંબેડકરના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ વિશેની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2015 ના રોજ મુંબઇમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસમાં કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap