નવસારીમાં ચાલુ ફરજ દરમિયાન કોન્સ્ટેબલનું અપહરણ, જાણો પછી શું થયું…

નવસારી: શહેરમાં ગત તારીખ 13મી નવેમ્બરના રોજ પોલીસ જવાનનું અપહરણ કરી ઇજાઓ પોહચાડી હોવાનો ગુનો ટાઉન પોલીસ મથક ના ચોપડે નોંધાયો હતો. પોલીસ જવાનનું અપહરણ કરી સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં હાઇવે ઉપર આવેલ બલેશ્વર ગામની સિમ સુધી લઈ જવાયો હતો. આ ઘટનાને પગલે નવસારી પોલીસ નાકનો સવાલ ઉભો થયો હતો. અતિ ગંભીર કહી શકાય તેવી આ ઘટનામાં ગુનો કરી નાસી છૂટેલા ઈસમોને ઝડપી પાડવા એલસીબી ભારે મથામણ કરી રહી હતી.

બીજી તરફ પોલીસ જવાનના અપહરણનો મામલો હોય, ગંભીર ગુનો કરનાર ઈસમોને પોલીસની ઢોંસ વધશે તેનો અણસાર આવી ગયો હતો. જેને લઈ ગુનેગારો રાજ્ય છોડી દેવાનો મનસૂબો બનાવી ચુક્યા હતા. જેની ગંધ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચને આવી ગઈ હતી અને અંગત બાતમીદારોને એલર્ટ કરી જવાનનું અપહરણ કરનાર ઈસમોની હિલચાલ ઉપર પોલીસ બાજ નજર રાખી રહી હતી. દરમિયાન ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગણેશ ચૉધરીનું અપહરણ કરનાર મુખ્ય બે આરોપીઓ ગુરુજીતસિંઘ સિકલીગર અને ઇશ્વરસિંઘ સિકલીગરે (બંને રહે,બીઆરસી,ઉધના,સુરત) મુંબઈ તરફ નાસી છૂટવાની તૈયારી કરી લીધી હતી.

જે હરકત અંગે બાતમીદારે પોલીસ ને જાણ કરી હતી બંને આરોપી ઓ સફેદ રંગની નેનો કાર નંબર GJ 06 EQ 3695માં સવાર થઈ નવસારી થઈ મુંબઈ તરફ જવા નીકળી ચુક્યા છે. જે બાતમીના આધારે એલસીબીએ ટાઉન પોલીસના સર્વેલન્સ સ્ટાફની મદદથી કાલીયાવાડી વિસ્તારમાં બાપુનગર પાસે વોચ ગોઠવી હતી.

જ્યાં બાતમી માં વર્ણન મુજબ ની નેનો કાર આવતા પોલીસે તેમાં સવાર બંને ઈસમો ને દબોચી લીધા હતા.અને આ ગંભીર ગુના માં તેમની સાથે રહેલા અન્ય પાંચ આરોપી ઓ પંકજ વડર,કિશોર વડર,રાહુલ વડર તથા અન્ય બે આરોપી ઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

શુ હતો સમગ્ર મામલો.

ગત તારીખ 13મી નવેમ્બરના રોજ નવસારી ટાઉન પોલીસ રાત્રી દરમિયાન રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે વેળા અશોક હોટલ ની સામે મહિન્દ્રા પિકપ વેનમાં સવાર કેટલાક ઈસમોની હિલચાલ શંકાસ્પદ જણાતા ટાઉન પોલીસ તેમની પૂછપરછ કરી વાહનના કાગળો માંગ્યા હતા. પરંતુ વાહન ચાલકે પિકપ નવસારી સુરત રોડ તરફ પુરપાટ ઝડપે હંકારી મૂકી નાસવા લાગ્યા હતા. જેનો ટાઉન પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ ભાગી રહેલ પિકપ વિરાવળ નાકા નજીક પહોંચતા ત્યાં ફરજ ઉપર હાજર ટાઉન પોલીસના એલ આર કોન્સ્ટેબલ ગણેશ ચૌધરી એ તેને આંતરી અટકાવવા નો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે સામે ખતરો જોઈ વાહન ની ગતિ વધારી દીધી હતી. તેમ છતાં બહાદુર પોલીસ જવાની પિકપ નો ગાર્ડ પકડી લીધો હતો.અને તેનો આધાર રાખી પિકપ ના આગળ ના ભાગે ચડી ગયો હતો.

આ પોલીસ જવાન ને આજ પિકપ ના આગળ ના ભાગે લટકતી સ્થિતિ માં પલસાણા તાલુકા ના નેશનલ  હાઇવે નંબર 48 ઉપર આવેલ બલેશ્વર ગામ ની સિમ સુધી લઈ જવાયો હતો.આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પિકપ માં સવાર ઈસમો દ્વારા લટકી રહેલા કોન્સ્ટેબલ ઉપર પથ્થરમારો કરી તેને ગંભીર ઇજાઓ પોહચડવામાં આવી હતી.

જોકે આખરે બલેશ્વર નજીક કોન્સ્ટેબલ ને ઇજાગ્રસ્ત હાલત માં છોડી દઈ ગુનેગારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.બાદમાં પિકપ નો પીછો કરી રહેલ નવસારી પોલીસ ની ટીમે ઇજાગ્રસ્ત જવાન ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.હાલ નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટાઉન પોલીસ ની મદદ થી બાર દિવસ ની ભારે કવાયત કર્યા મુખ્ય આરોપી એવા બે સિકલીગરો ને દબોચી લીધા છે.અને અન્ય આરોપી ઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap