પંચમહાલ: જિલ્લામાં ચૂંટણીજંગ જામવા જઈ રહ્યો છે. સત્તાધારી પક્ષને પરાસ્ત કરવા માટે હવે કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસના કાર્યકરોએ હવે ડોર-ટૂ-ડોર લોકોનો સંર્પક કરીને પ્રચાર શરૂ કર્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ચૂંટણીચિત્ર સ્પષ્ટ થયુ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,અપક્ષની વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. પંચમહાલમાં ભાજપે ચૂંટણી પહેલા શહેરા તાલુકા પંચાયતની ૧૧ તેમજ જીલ્લા પંચાયતની ૩ બેઠકો બિનહરીફ લીધે કબજે કરી લીધી છે. ત્યારે ભાજપ હવે ગેલમા જોવા મળી રહી છે. બાકી રહેલી તાલુકા પંચાયતની ૧૯ બેઠકો તેમજ જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે હવે મતદાન યોજાવાનુ છે.
કોંગ્રેસ પણ આ બેઠકો પર જીત મેળવા માટે એડીચોટીનુ જોર લગાવી રહી છે.કોંગ્રેસના કાર્યકરોએ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે હવે ડોર-ટૂ-ડોર પ્રચારની શરૂઆત કરી હતી. શહેરા તાલુકાના વાડી જીલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર કિરણબા જસવંતસિંહ સોલંકી તેમજ તરસંગ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી,સાદરા તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર આનંદબેન ગુણવંતભાઈ બારીયાના સર્મથનમાં પ્રચાર શરૂ કર્યો હતો.જેમા કોંગ્રેસના કાર્યકરોએ વલ્લભપુર,વાડી,નાથુજી નામુવાડા,ખરોલી,સાધરા,બોરડી, બાકરીયા,સહિતના ગામોમા પ્રચાર કરીને પત્રિકાઓ વહેચી હતી. કાર્યકરોનુ કહેવું છે. અમને પ્રચારમા સારૂ એવુ સર્મથન મળી રહ્યુ છે. અમારો વિજય થશે.
નોધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરુ કરી દીધો છે. પણ મતદારોનો મિજાજ કઈ તરફ ઢળે છે. તેતો પરિણામના દિવસે ખબર પડશે.
