બિમલ માંકડ,કચ્છ: ભારત દેશને અખંડ રાખવામાં જેનો સિંહ ફાળો છે. તેવા કોંગ્રેસ પક્ષનાં વિરાટ દ્રષ્ટિકોણ ધરાવતા પુર્વ વડાપ્રધાન લાલબહાદુર શારત્રીજીની ૫૪મી પૂણ્યતીથી નિમીતે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવિન્દ્ર ત્રવાડીનાં નેતૃત્વ તળે શાસ્ત્રીજીની પ્રતિભાને ભાવ વંદના કરી શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતાં.
આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યું હતુ કે “જય જવાન જય કિશાન”નો નારો આપી દેશને સમૃધ્ધ અને અખંડ રાખવા શાસ્ત્રીજી અંતિમ શ્વાસ સુધી લડયાં હતા. તેઓને ભાવપૂર્વક શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તથા ખુબજ દુ:ખ પુર્વક કહ્યું હતું કે, જન્મભૂમિ ગ્રુપના કચ્છમીત્ર દ્વારા ભવ્ય પ્રતિમા સાથેના સર્કલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ભુજ નગરપાલીકા સતાધીશોમાં મહાન માનવની જન્મ તથા પુણ્યતિથી નીમીતે સાફ સફાઈ કરાવી શકતા નથી અને પુષ્પાજલી તથા વંદન માટે યોગ્ય વ્યવસ્થા કરતી નથી દુ:ખની વાત એ છે કે ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડૉ.નિમાબેન પણ આજે શાસ્ત્રીજીની પ્રતિમાને વંદન કરી શક્યા ન હતા. જે નગરપાલીકાની ગેરવ્યવસ્થાના પરીણામે ત્યારબાદ કોંગ્રેસ આગેવાનોએ શ્રમદાન કરી શાસ્ત્રીજીની પ્રતિમાની તથા પરીસરની સફાઈ કરી હતી. અને સાથો સાથ ચિમકી અપતા જવાબદારી સાથે જણાવ્યું હતુ કે જો નગરપાલીકા ભુજમાં આવેલી દિવ્યંગત મહાનુભાવો અને રાષ્ટ્રભક્તોની પ્રતિમા પારીસરોની સફાઈ કરી શકતી ન હોય તો ભુજ શહેર કોંગ્રેસ સમિતીને લેખીતમાં આદેશ કરશે તો સહર્ષ જવાબદારી સ્વીકારવા તૈયાર છે.
આ શ્રદ્ધાસુમન-વંદના કાર્યક્રમમાં ભુજ શહેર પ્રમુખ રવિન્દ્ર ત્રવાડી, રામદેવસિંહ જાડેજા, રાજેશ ત્રીવેદી, ફકીરમામદ કુંભાર, જયવિરસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, હાસમ સમા, અંજલી ગોર, સતાર મોખા, ધીરજ રૂપાણી , સહેજાદ સમા, રામજીભાઈ આમના, ઈમરાન બ્રેર, કિશન પટણી સહિતના કાર્યકરોએ શાસ્ત્રીજીની પ્રતિમાને શ્રધ્ધાસુમન અપી સાથે શ્રમદાન કરી નવતર કાર્ય કર્યુ હતું તેવુ કોંગ્રેસ પ્રવક્તા ગનીભાઈ કુંભાર અને દિપકભાઈ ડાંગર દ્વારા જણાવાયું હતું.
