કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં મહત્વની બેઠક પૂરી થઈ છે. આ મીટિંગમાં સોનિયાએ તે નેતાઓને પણ બોલાવ્યા હતા, જેમણે તેમને સંગઠનમાં ફેરફાર માટે પત્ર લખ્યો હતો. આ બેઠકમાં સોનિયા ઉપરાંત પ્રિયંકા અને રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. બેઠકમાંથી કોંગ્રેસના નેતાઓનાં નિવેદનો બહાર આવી રહ્યા છે કે, પાર્ટીમાં જે તણાવ ચાલી રહ્યો હતો તે ‘મેનેજ’ થઈ ગયું છે. એવા સંકેત પણ મળી રહ્યા છે કે રાહુલ ગાંધીની અધ્યક્ષના પદ પર વાપસી થઈ શકે છે.
પાર્ટીના બાગી નેતાઓની સાથે થયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,પાર્ટી જે જવાબદારી આપશે તેન સંપૂર્ણ પણ નિભાવવા તૈયાર છું. રાહુલના આ નિવેદન અહમ છે કારણ કે, પાર્ટી સંકટની સ્થિતીમાંથી પરસ થઈ રહી છે અને ઘણા અગત્યની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ઘણા નેતાઓ પણ પાર્ટીની લીડરશિપ પર સ્થિતિ સાફ કરવા માટે કહી ચુક્યા છે.
બેઠક બાદ શું કહ્યું કોંગ્રેસ નેતાએ ?
સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાયેલી કોંગ્રેસની આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાર્ટી નેતા પવન બંસલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં કોઈ મતભેદ નથી અને બધા લોકો એકસાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. પાર્ટીના આ બેઠકમાં વાતચીત સકારાત્મક રહી. નેતાઓએ બધા જ સ્તરો પર પાર્ટીને મજબુત બનાવવા માટે વિચાર રાખ્યા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે એક મોટો પરિવાર છે અને પાર્ટીની મજબુતી માટે કામ કરવાનું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે,આ એખ રચનાત્મક બેઠક રહી હતી. અમે પાર્ટીના ભવિષ્ટ પર વાતો કરી હતી. સોનિયા,પ્રિયંકા અને રાહુલ ગાંધી સહિત વરિષ્ટ નેતાઓએ પાર્ટીની સ્થિતી અને તેને મજબુત બનાવવા પર ચર્ચાઓ કરી હતી.
શું મળી રહ્યાં સંકેત ?
કપરા સમયમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ પાર્ટીની આ બેઠક ખૂબ અગત્યની માનવામાં આવી રહી હતી કારણ કે, સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓના ગ્રુપ (G23)પણ આ બેઠકમાં શામેલ હતાં.
ઓગસ્ટમાં ગુલામ નબી આઝાદ,આનંદ શર્મા અને કપિલ સિબ્બલ સહિત 23 નેકાઓએ સોનિયાને પત્ર લખીને પાર્ટી માટે સક્રિય નેતૃત્વ હોવા અને વ્યાપક સંગઠનાત્મક બદલાવ કરવાની માંગ કરવામાં આવી હતી.
તે સમયે આ પત્ર કોંગ્રેસના બે ગ્રુપ વચ્ચેના તાણખેચ તરીકે જોવામાં આવ્યો હતો. એક ગ્રુપ સોનિયા ગાંધીની તરફેણમાં અને બીજા યુવા નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં વરિષ્ઠ નેતાઓ હોવાનું માનવામાં આવે છે.
એવામાં બેઠક બાદ પાર્ટી નેતાઓએ બધુ ઠીકઠાક હોવાના નિવેદનોને જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, પાર્ટીએ બાગી નેતાઓ અને બધા મતભેદોને મેનેજ કરી લીધા છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અને કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં ગ્રામીણ પંચાયતોની ચૂંટણીમાં રહેલા ખરાબ પ્રદર્શનથી પાર્ટીની પાર્ટીની હાલત કેવી છે તે દેખાય રહ્યું છે.આવનારા સમયમાં કેરળ,તમિલનાડુ,પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પાર્ટીએ તેને ધ્યાનમાં રાખીને પોતાના અંદરના વિવાદો ખતમ કરવા ઈચ્છે છે.
કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીની વાપસી થઈ શકે છે.તેના સંકેતો 18 ડિસેમ્બરે પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલે આપ્યા હતા. સુરજેવાલે કહ્યું હતું કે, “99.9 ટકા સદસ્યો ઈચ્છે છે કે, પાર્ટિના અધ્યક્ષ રાહુલ ગાંધી બને”
