કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની વયે નિધન થયું છે. તબિયત લથડતાં મોતીલાલ વોરાને દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેણે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક મોતીલાલ વોરા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં સતત સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ સોમવારે તબિયત લથડતા તેનું અચાનક અવસાન થયું હતું. 90 વર્ષથી વધુ વય હોવા છતાં, વોરા સતત રાજકારણમાં સક્રિય હતા.
મોતીલાલ વોરાના નિધન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, “વોરા જી એક સાચા કોંગ્રેસ નેતા અને એક શાનદાર શખ્સ હતા. અમને તેમની ખબજ યાદ આવશે, તેમના પરિવાર અમે મીત્રોને મારી સંવેદના છે.”
ઉલ્લેખનિય છે કે, પાછલા થોડા અઠવાડિયા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે એક વિશ્વાસુ સાથી, મિત્રની ખોટ ક્યારેય પુરાશે નહી. મેં એવા સાથી ગુમાવ્યા છે જેમની સમગ્ર જિંદગી કોંગ્રેસને સમર્પિત હતી.
