દિલ્હી: લાંબા સમયથી બીમાર ચાલી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર બુટા સિંહ આજે 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન બાદથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુટા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે,શ્રી બુટા સિંહ જી એક અનુભવી પ્રબંધક અને ગરીબો તેમજ દલિતોના કલ્યાણ માટે પ્રભાવી અવાજ હતા. તેમના નિધનથી તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યેની મારી સંવેદનાથી હું દુ:ખી છું.
સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુટા સિંહના નિધન પર કહ્યું હતું કે, સરદાર બુટા સિંહ જીના અવસાન સાથે દેશમાં એક સાચા લોકસેવક અને વફાદાર નેતા ગુમાવ્યા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવા અને લોકોની સુખાકારી માટે સમર્પિત કર્યું, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમય દરમિયાન તેના પરિવારના સભ્યો પ્રત્યેની મારી સંવેદના.
