ફરી ગુજરાત કોંગ્રેસમાં થયો ધડાકો,અમિત ચાવડા અને પરેશ ધાનાણી આપ્યું રાજીનામું, આ રાખ્યું કારણ

અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતાપદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર હાઈ કમાંડને આપશે.

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપ્યું છે.તેને પગલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે,૧૧ દિવસ સિનિયર નેતા સાથે વાત કરી છે. સિનિયર નેતા પાસે મળેલ અભિપ્રાય હાઇ કમાન્ડે સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને હાઇ કમાન્ડ હવે આગળ નિર્ણય લેશે.

પ્રદેશ કોંગ્રેસની 11 દિવસની મેરેથોન બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી તૈયાર માટે રણનિતી ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતની આઠ બેઠકની પેટી ચૂંટણી પરિણામ પર મંથન કર્યું હતું.

24 જિલ્લાના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જીતના માટે રણનિતી તૈયાર કરી છે. જિલ્લા સ્તરે જઇ રણનિતી નક્કી કરીશું અને આઠ બેઠકની પેટી ચૂંટણી પરિણામ પર મંથન કર્યું છે.

જિલ્લા પ્રમુખ અને બેઠક ઇન્ચાર્જ સાથે ચર્ચામાં એર રીપોર્ટ તૈયાર કર્યો છે. જેના આધારે જવાબાદર નેતા સામે કાર્યવાહી થશે. જ્યા ભુલ થઇ છે તે સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે. સંગઠનની નબળા દુર કરી નવા સંગઠન થોડા સમયમાં જાહેર થશે. પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં અનુંભવ પર સીખ મેળવી છે.

ખેડૂત આંદોલન પર રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનની દેશના ચર્ચા થઇ છે. ખેડૂત આંદોલન ગુજરાત સરકાર દબાવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ કાર્યકર્તા અને ખેડૂત આગેવાન પોલીસ ડરાવી રહી છે અને ખોટા કેસ કરી ખેડૂતનો દબાવે છે. ભાજપ દ્વારા ખેડૂતો પર અંગ્રેજો જેવું વર્તન કરવામાં આવી રહી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે સંગઠન મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએ નવા પ્રભારી નિમણૂક કરવામાં આવશે અને તાલુકા કક્ષાથી લઇ પ્રદેશ કક્ષાએ સુધી નવું સંગઠન ડિસેમ્બર અંત સુધી જાહેર થશે. પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ સોંપેલા રાજીનામા પર 11 દિવસ સિનિયર નેતા સાથે વાત કરશે અને સિનિયર નેતા પાસે મળેલ અભિપ્રાય હાઇ કમાન્ડે સમક્ષ રજૂઆત કરશે. હાઇ કમાન્ડ હવે આગળ નિર્ણય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap