કોંગ્રેસે ઉત્તરાયણને દિવસે ખેડૂતોના સમર્થનના સુત્રોના લખાણવાળા પતંગોનુ વિતરણ કર્યું,જુઓ તસવીરો

પંચમહાલ: જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ પર્વના દિવસે દિલ્હીમાં આંદોલન પર બેઠેલા ખેડૂતોના સર્મથનમાં પતંગો પર સુત્રો લખીને જિલ્લા પ્રમુખ અજિતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ આમ જનતામાં વહેચવામાં આવ્યા હતાં.

કોંગ્રેસે ઉત્તરાયણને દિવસે ખેડૂતોના સમર્થનના સુત્રોના લખાણવાળા પતંગોનુ વિતરણ કર્યું,જુઓ તસવીરો

દિલ્હીમાં કૃષિકાયદાના વિરોધમા પાછલા મહિનાઓથી બેઠેલા ખેડૂતોના સર્મથનમા તેમજ મૃત્યુ પામનાર ખેડૂતોની લાગણીને વાચા આપવા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કોંગ્રેસ તરફથી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ કોંગ્રેસના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સોનીવાડ હોળી ચકલા ખાતે એકત્ર થયા હતા.અને પંતગો પર “ખેડૂતનુ અપમાન નહી સહે હિન્દુસ્તાન “મારો ખેડૂત મારુ સન્માન”ના સુત્રોવાળા પતંગોનું બાળકો,અને આમ લોકોમા વિતરણ કર્યુ હતૂ.પતંગ આપવા માટે કોંગ્રેસના હોદ્દેદારો ઉસ્માનભાઈ બેલી,ઉમેશ શાહ,આબીદ શેખ, યાકુબભાઈ, રાજુભાઈ હેમનાણી, રેહાન મીઠીબોરવાલા,ફારૂક વ્હોરા સહિતકાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap