આ App પર યુનિયન બજેટ 2021ની સંપૂર્ણ માહિતી મળશે,આવી રીતે કરો એપ ડાઉનલોડ

કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારામણ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે નાણામંત્રીનું આખું બજેટ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થશે. તાજેતરમાં નાણાંમંત્રી કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ લોન્ચ કર્યું છે. આ મોબાઇલ એપ લોન્ચ સાથે, પેપરલેસ બજેટ શરૂ થઈ ગયું છે. આ વખતે બજેટ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું નથી. આ વખતે દરેક એક એપ દ્વારા તેમના મોબાઇલ પર આ બજેટ જોઈ શકે છે. આ એપ Android અને iOS બંને સ્માર્ટફોન માટે છે. તમે તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

આઝાદી બાદ પહેલીવાર બજેટ પ્રિન્ટિંગ થઈ રહ્યું નથી. કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ દ્વારા, જાહેર અને સામાન્ય લોકો કેન્દ્રીય બજેટ 2021થી સંબંધિત તમામ પ્રકારના દસ્તાવેજો અને માહિતી મેળવી શકશે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે બજેટ પેપર ન છાપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે કેન્દ્રીય બજેટ અને આર્થિક સર્વે આ બંનેના દસ્તાવેજો લોકોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આપવામાં આવશે.

આ છે મોબાઇલ એપની ખાસીયત

•આ મોબાઇલ એપમાં બજેટના તમામ ડોક્યુમેન્ટ છે. તેમાં વાર્ષિક ફાઈનેન્શિયલ સ્ટેસ્ટમેન્ટ,ડિમાન્ડ ફોર ગ્રાન્ટ, નાણાં વિધેયક વગેરે વિશેની માહિતી હશે.
•આ એપમાં ડાઉનલોડિંગ, પ્રિન્ટિંગ, સર્ચ, ઝૂમ-ઇન અને આઉટ, એક્સટર્નલ લિંક જેવી સુવિધાઓ છે. તેનો ઇન્ટરફેસ યુઝર્સ ફ્રેન્ડલી છે.
•આ એપ અંગ્રેજી અને હિન્દી છે. તે Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
•નાણાંમંત્રી દ્વારા સંસદમાં બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ બજેટ દસ્તાવેજો આ એપ પર ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap