મોરબી-માળિયા પેટા ચૂંટણીમાં ભયાનક નાણાકીય ગેરરીતીની રાવ

રવિ નિમાવત,મોરબી: મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષે વ્યાપક નાણાકીય ગેરરીતી આચરી હોય અને અપક્ષ ઉમેદવારોનો તમામ ખર્ચ સત્તાધારી પક્ષે ઉઠાવ્યો હોવાની ફરિયાદ અને ગંભીર આક્ષેપો સાથે રાજ્યના ચૂંટણીપંચને પત્ર લખવામાં આવ્યો છે.

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષે વ્યાપક નાણાકીય ગેરરીતી કરી હોવાનો પત્ર કોંગ્રેસ અગ્રણીએ ચૂંટણી કમિશ્નરને લખ્યો છે જેમાં જણાવ્યું છે કે સત્તાધારી પક્ષે ચૂંટણી જીતવા ચોક્કસ કોમના કોંગ્રેસના અન્બ્લોક મતો તોડવા માટે એકથી અનેક લઘુમતી ઉમેદવારોને ઉભા રાખેલ અને તમામ આર્થિક મદદ સાથે તમામ સવલતો આપી હતી જે ઉમેદવારો ઉભા રાખવા પુષ્કળ નાણા અપાયેલ છે અને આગળ વધીને ઉમેદવારોને એક મતના રૂપિયા બેથી પાંચ હાજર સુધીની રકમ ચુકવવામાં આવી છે મતદાન અટકાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી સત્તાધારી પક્ષ દ્વારા અનેક વિસ્તારમાં અનેક બુથ પર સેમી બુથ ઉભા કરી મતદારોના કાર્ડ ખરીદી એક મતના રૂપિયા એક હજાર આપી મતદાન ના કરવા મતદારોને પ્રેર્યા હતા.

ત્યારે આ ચૂંટણીમાં ઉભા રાખેલ ઉમેદવારોની સામાજિક, આર્થિક અને રાજકીય કાર્યની તેમજ અન્ય શું પ્રવૃતિઓ છે તે તમામ વિગતો મેળવવી જોઈએ જેથી જાણવા મળે છે કે ઉભેલ ઉમેદવારોમાંથી મહદઅંશે સામાન્ય કક્ષાના રહેલ છે.

આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ દ્વારા નાણાનો જે ખુલ્લેઆમ ગેરઉપયોગ થયો છે તે તથા અઢળક નાણા ક્યાંથી આવ્યા અને કોણે પુરા પાડ્યા તે બાબતની સંપૂર્ણ તપાસ થવી જોઈએ ચૂંટણી જીતવા માટે સત્તાધારી પક્ષે જેલમાં બંધ ગુંડાઓને જામીન અપાવી મતદાન કરાવવાના કામે લગાડવાની પણ વ્યાપક લોકચર્ચા છે જેથી યોગ્ય તપાસ કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap