તને વળગાડ છે કહી અગરબત્તીના ડામ આપ્યાં, પતિ,સાસુ-સસરા સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ

વિનય પરમાર,રાજકોટ: શહેરમાં રહેતી એમકોમ સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાએ ભુજ-ગાંધીધામ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરી તને વળગાડ છે. તેમ કહી અગરબત્તી અડાડી દાગીના પડાવી લીધા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

રાજકોટના બહુમાળી ભવન પાછળ સરકારી ક્વાર્ટરમાં માવતરે રહેતા ભાગ્યશ્રીબા સોઢા નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ભુજના તેરાગામ રહેતા પતિ વીરભદ્રસિંહ સોઢા, સાસુ કૈલાશબા, સસરા જીલુભા, નણંદ પુજાબા, ભાણવડ રહેતા માસીજી સાસુ જ્યોતિબા જાડેજા, ગાંધીધામ રહેતા માસીજી સાસુ મચ્છાબા જાડેજા અને ભુજના સુખપુર ગામે રહેતા માસીજી પુનમબા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણીના લગ્ન 19 નવેમ્બર 2018ના રોજ થયા હતા મારો પતિ બીએસએનએલમાં કોન્ટ્રાકટ બેઝમાં નોકરી કરે છે લગ્નના પાંચેક દિવસ બાદ જ સાસુએ મારા દાગીના ઉતરાવી લીધા હતા અને તારા બાપે કરિયાવરમાં કઈ આપ્યું નથી તેવા મેણાંટોણાં મારવા લાગ્યા હતાં.

નણંદ પહેરામણી બાબતે મેણાં મારતી હતી સસરા ગાળો બોલતા હોય પતિને કહેતા તે મને મારવા દોડતો હતો માસીજી સાસુ જ્યોતિબા અને મચ્છાબા ઘરે આવીને તારી વહુમાં કઈ દમ નથી, કઈ સંસ્કાર નથી બોલતા,ચાલતા પણ આવડતું નથી તેવા મેણા મારતા હતા માસીજી મારા દાગીના પહેરી ગયા હતા જેમાંથી એક ચાંદીની અને સોનાની વીંટી ખોવાઈ જતા મારો વાંક કાઢ્યો હતો અને જ્યોતિબાએ મને એક ફડકો મારી દીધો હતો અને આ વાત તારા બાપને કહેતી નહિ તેમ કહી ત્રાસ આપ્યો હતો પિયરમાં ફોન કરવા દેતા ન હતા મારા પતિને કોઈ કામ ન હોય અમે સુખપુર ગામે રહેતા માસીજી પુનમબા જાડેજાને ત્યાં નણંદ, પતિ સાથે રહેવા ગયા હતા મને ત્યાં એક કંપનીમાં નોકરીએ રાખી દીધી હતી.

ત્યાં માસીજી અને નણંદ મારી ઉપર ખાસ વોચ રાખતા હતા મારો પતિ દારૂ પી આવી મારકૂટ કરતો હતો મારા સસરાને હું નોકરી કરતી તે ગમતું નહિ હોવાથી ત્યાં આવી અપશબ્દો બોલી અપમાનીત કરતા હતા તેરાગામ પ્રસંગમાં ગયા બાદ ત્યાં દાગીના મૂકી બીજા દિવસે પરત સુખપુર આવી ગયા હતા તો બીજા દિવસે સસરાએ ફોન કરીને હાર મળતો નથી તે ક્યાં ખોઈ નાખ્યો તેમ કહેતા મેં મારા પપ્પાને ફોન કર્યો હતો જેનો ખાર રાખી સાસુ સસરાએ તેરાગામ બોલાવી મારો વાંક કાઢ્યો હતો અને મેં પોલીસ ફરિયાદની વાત કરતા નણંદે ગળું દબાવી ધક્કો મારી મારો ફોન તોડી નાખ્યો હતો જેથી મેં તેને ધક્કો મારતા બધા ગુસ્સે થઇ ગયા હતા અને હું ભાગવા જતા મારા માસીજી જ્યોતિબાએ મને પકડી લીધી હતી અને હાથ વાળી નાખ્યો હતો બાદમાં મારા બધા દાગીના મારા સસરાને સાચવવા આપું છું તેવું ફોન કરીને મારા પપ્પાને કહેવડાવ્યું હતું મારા મમ્મીએ ફોન કરતા માસીજી સાસુ, સાસુ બધાએ મારા મમ્મી સાથે પણ ઝઘડો કર્યો હતો.

બીજા દિવસે સુખપુર ગામે જતા મારા પતિને સાસુએ પોલીસ ફરિયાદ કરશે તેવી ચડામણી કરતા મને પતિએ ખુબ માર માર્યો હતો અને હું ટેંશનમાં આવી જતા મને આંચકી ઉપડી ગઈ હતી ત્યારે મારા માસીજીએ આને વળગાડ છે તેમ કહી મને અગરબત્તી અડાડી દીધી હતી અને પતિએ હવે સાથે નહિ ચાલે તને વળગાડ છે કહી દીધું હતું હું ચુપચાપ ભુજ ફઇજી સાસુના ઘરે જતી રહેલ ત્યાં મારા સાસુ સસરા આવી ગયા હતા અને મારા સાસુ મને મારવા દોડતા ફઇજી સાસુએ વચ્ચે પડી મને બચાવી હતી ત્યારે જ મારા પપ્પા મિત્ર સાથે આવી ગયા હતા અને મને રાજકોટ લઇ ગયા હતા ત્યારથી સમાધાનના અનેક પ્રયત્નો કર્યા છતાં નિષ્ફળ થતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap