કચ્છ પોલીસની સરાહનીય કામગીરી, લોકોની સલામતી માટે ‘કોરોના જાગૃતિ પોલીસ રથ’ ફરતું મુકાયું

બિમલ માંકડ,કચ્છ: ગુજરાત સહિત કચ્છમાં પેટા ચૂંટણીઓ અને દિવાળી જેવા તહેવારોમાં લોકોએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતાં નજરે ચડ્યાં હતાં. ત્યારે હાલમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે તે જોતાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ‘કોરોના જાગૃતિ પોલીસ રથ’ આજે બોર્ડર રેન્જ આઈજી ઓફીસ ખાતેથી મોથાલીયાના હસ્તે લીલી ઝંડી આપીને સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું.

જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ આવે અને કોરોના સંક્રમણ વધુ ફેલાતું અટકે તે માટે ઓડિયો ક્લિપ વગાડીને જે વિસ્તારોમાં ભીડ થતી હોય તેવા વિસ્તારોમાં આ રથ ઉભો રાખીને લોકોને જાગૃત કરવાનું કાર્ય કરશે જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી જાહેર વિનંતી કરવામાં આવી છે કે કોરોનાના કેસમાં વધારો થઈ રહયો છે માટે સચેત રહો તકેદારી રાખો માસ્ક પહેરો, યોગ્ય દુરી (સોશિયલ ડિસ્ટન્સ) જાળવો ,ભીડ ન કરો, બિનજરૂરી ઘરની બહાર ન જાવ ,હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરો, વારંવાર હાથ ધોતા રહો, શરદી ઉધરસ કે તાવ જેવાં લક્ષણો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો નાનકડી બેદરકારી પણ ભારે પડી શકે છે.

કચ્છ પોલીસની સરાહનીય કામગીરી, લોકોની સલામતી માટે 'કોરોના જાગૃતિ પોલીસ રથ' ફરતું મુકાયું

આવી લોક જાગૃતિ દાખવવા પશ્ચિમ કચ્છ પોલીસની પ્રથમ પહેલ છે અને જ્યાં સુધી સંક્રમણ ન ઘટે ત્યાર સુધી આ ‘લોક જાગૃતિ પોલિસ રથ’ કાર્યરત રહેશે ત્યારે અન્ય જિલ્લાના પોલીસ અધિકારીઓએ પ્રેરણાલેવી જોઈએ જેથી નાગરિકોમાં કોરોના બાબતે જાગૃતિઆવે અને ગુજરાતમાં વધતાજતા કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય ત્યારે કચ્છ પોલીસની આ પહેલને ભુજ શહેર તેમજ કચ્છના નાગરિકો પૂરતા પ્રમાણમાં અનુસરણ કરે તે આવનારા ભવિષ્યમાટે આવકારદાયક છે આ પ્રસંગે બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા, એસ.પી સૌરભ સિંગ,પાટણ એસ.પી,પશ્ચિમ કચ્છ ડી.વાય.એસ.પી પંચાલ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap