પાર્થ મજેઠીયા,ભાવનગર: જિલ્લાનાં આર્ટિસ્ટ તરુણા કોઠારીએ કલાસર્જનો દ્વારા સકારાત્મક ઉર્જા સાથે કોરોનાનાં કપરા સમયમાં અનોખી રીતે સંદેશો આપ્યો. ભાવનગર શહેર કલાશિક્ષણ વ્યવસાય કરતા આ ક્લાકારએ જણાવ્યું હતું કે, કોવિદ-૧૯થી બચવા રોગપ્રતિકારક શક્તિની જરૂર ચોક્કસ છે. સાથે માનસિક સંતુલન માટે કોઈ એક કલા સાથે ન લગાવ હોય તો કલાસાધનાથી સકારાત્મક ઉર્જા ચોક્કસ મળે છે.

તરુણા ભાઈ કોઠારી સંવેદનાઓ અહીં કલાસર્જન અને શબ્દોમાં રજુ કરતા કહે છે કે આજ વિચારીનેમેં આ પક્ષીની સિરીઝ શરૂ કરી છે. રોજ ૧ પક્ષીનું ચિત્ર બનાવાનું તેમાં અંદાજીત ૫થી ૬ કલાકનો સમય લાગે છે મન પણ કુલ્લિત રહે, ખોટા વિચારોનાં આવેને કલાકાર પાસે એક સમૃધ્ધ ખજાનો ચિત્રકલાનાં માધ્યમ થી બને, વોટર સોલ્યુબલ પેન્સિલ ક્લરથી કામ કર્યું છે. અત્યાર સુધીમાં ૩૦૩ ચિત્રોનું સર્જન કર્યા બાદ અવિરત યાત્રામાં અદભુત કલાકૃતિઓ બનાવી રહ્યા છે.

તરુણભાઈની લોકડાઉન દરમ્યાન કરેલી કલા પ્રવૃત્તિની નોંધ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડએ લીધી અને પ્રમાણ પત્ર આપીને સન્માનિત કર્યા છે સંયમ સાર્થ સંગર્ષમય જીવનમાં દરેક વ્યક્તિઓ પસાર થઇ ચુકયા હોય અથવા આ શબ્દો સાથે જીવતા પણ હોય. ખાસ કરીને એકાકી જીવનમાં ઘણા સવાલો મૂંઝવણમાં મૂકી ને વ્યક્તિ ન કરવાનું કંઈક કરી ને જીવન ટૂંકાવે….પણ થોભો જીવન અમુલ્ય છે. કોઈપણ નકારાત્મક વિચાર નુકસાન કારક હોઈ શકે હમણાં આત્મઘાતી પગલાં ભરીને જીવનને ટૂંકાવી દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહીછે, રંગોનાં તરંગો માધ્યમ દ્વારા અપીલ કરીયે છીએ કે કલા જગત સાથે સંકળાયેલા કલાકારોએ આ સમયમાં સંચમે કેળવવો ખુબ જરૂરી છે.

૨૦૨૦ ભલે આપણા સૌને હચમચાવી નાખે પણ આપણે આપણા પરિવારને સાચવીને જીવતા સમાજ ને શીખવ્યું છે. કપરા સમયમાં સમજી શક્યે કે,સમસ્યાઓ અનેક હોય પણ સંચમથી દરેક સમસ્યાનો નિકાલ કરવો, મન અને મગજ માં ઘૂમરાતા અનેક વિચારોને કાબુમાં રાખીને સંયમથી તરુણ ભાઈની કલાસાધનાની જેમ કંઈક પ્રેરણાદાયક સર્જન કરીયે અને હા….સંગર્ષ એતો ક્લાકારનું ઘરેણું છે એને સજાવીને પહેરીને દરેક ક્લાકાર જીવે જ છે ક્લાકાર પ્રેરણા મૂર્તિ છે અને અનેક વ્યકિતઓમાં સકારાત્મક ઉર્જા નો પવન ફૂંકીને બદલાવ લાવવાની ક્ષમતા ધરાવે છે

ભાવનગરનાં આર્ટિસ્ટ તરુણ કોઠારી બી.એસ.સી. અને ડિપ્લોમાં ઈન જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. અત્યાર સુધીમાં અનેક ગ્રુપ-શો તેમજ સોલો શોમાં તેમની સુંદર ચિત્રકૃતિઓ પ્રદર્શિત થઇ છે. આંગળીનાં ટેરવાથી પેપર ઉપર ઓઇલ પેસ્ટલનાં માધ્યમથી જાણે ચિત્રોમાં પ્રાણ પુરે છે.
છેલ્લા ચાલીસ વર્ષ થી સુંદર ચિત્રો વિષય આધારિત બનાવીને કલા રસિકો માં આગવું સ્થાન બનાવ્યું છે. કોવિડ-૧૯ અને 2020 યાદ રાખવાનું કોઈ ને ગમશે નહીં. ના જોયેલી, જાણેલી તકલીફો લઈ ને આવ્યું, કેટલી મુશ્કેલીઓ કેટલી તકલીફો, અંતર મનોવ્યથા થી ઘેરાયેલા તરુણભાઇએ શરૂ કરી પક્ષીઓનાં ચિત્રો દોરવાની યાત્રા, રોજ એક પક્ષી બનાવવાનું ને અલગ-અલગ સોશીયલ મીડિયામાં પોસ્ટ કરવાનું ને તે રીતે રોજ જાણીતા અને અજાણ્યા લોકો નાં સંપર્કમાં આવવાનું, જયારે તેમન ચિત્રોનાં વર્ગો બંધ હતા ઘર નું કામ પૂર્ણ કરી બેસી જવાનું , રંગો ને સાથે વાગતા મનગમતા ગીતો, યાત્રા શરૂ થઈ ૧૮ ફેબ્રુઆરી,૨૦૨૦ ના રોજ, પછી તો જાણે જીવવા માટે શ્વાસ મળી ગયો.

દેશ અને વિદેશનાં અલગ રંગોનાં પંખી ને કાગળ પર ઉતારી લીધા હતા. આખરે તે દિવસ આવ્યો જે દિવસે મેં આ પક્ષી યાત્રા ને વિરામ આપવાનું નક્કી કરેલું. તે તારીખ ૧૬ ડિસેમ્બર ૨૦૨૦. જે ૩૦૩ દિવસમાં રોજ નાં ૬ થી ૮ કલાક એટલે અત્યાર સુધી માં ૨૧૦૦ થી વધુ કલાક સમયમાં ૩૦૩ પક્ષીઓને કાગળ પર ઉતાર્યા, વિશ્વનાં આ ૩૦૩ પક્ષીઓમાં અનેક દુર્લભ તેમજ પૃથ્વી પર થી નાશ પામેલા પક્ષીઓ કાગળ પર ઉતારવામાં આવ્યા સાથે આ ૩૦૩ પક્ષીઓની માહિતી પણ તેઓ સાથે સામેલ રાખી, ત્યારે લોકોનો ખૂબ સાથ, સહકાર, પ્રેમને લાગણી મળ્યા સાથે અવનવા લોકોનો પરિચય થયો અને નવી ઓળખ પણ ઉભી થઇ.
તરુણભાઈ આ સિદ્ધિ માટે તેમને 9 ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડમાં સ્થાન મળ્યું અને એવોર્ડ મળ્યો. તરુણભાઇ તે માટે આભાર માનતા કહે છે કે મને પ્રેરણા આપનાર મારા અંગત મિત્રો, સ્વજનો, સાથીઓ, મારા વિધ્યાર્થીઓ,ને મારો પરિવાર તેમના તરફથી જે હૂંફ ને પ્રેમ મળ્યો તે તમામનો આ તકે ઉલ્લેખ કરું છું અને સહૃદય આભાર માનું છું.
કોવિડ-૧૯ માં લોકડાઉન દરમિયાન રોજ નું ૧ પક્ષી દોરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમાં આગળ વધતો ગયો ને મિત્રો, સ્વજનો, સોશિયલ મીડિયાનો પણ સહકાર મળતો ગયો. આખરે ડિસેમ્બર-૨૦૨૦ ની ૧૬ તારીખે તે યાત્રા મેં અટકાવી 303 દિવસમાં 303, દુનિયાનાં અલગ-અલગ પક્ષીઓને મેં કાગળ પર સંયોજયાને તે માટે મેં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય કરેલું. આજ તે ઓરિજિનલ સર્ટીફીકેટ, ગોલ્ડ મેડલ, તેનું ટેગ, કિચેઇન પ્રાપ્ત થયા છે. મારા માતુશ્રીના આશીર્વાદથી મેં સ્વીકાર્યો છે.
