વાળ માટે નાળિયેરનું તેલ છે ખૂબ જ ઉપયોગી, જાણો તેના ફાયદા

વાળની મજબુતી અને સંભાળ માટે નાળિયેર તેલ કરતા વધુ સારું કંઈ નથી કારણ કે તેમાં ઘણાં કુદરતી તત્વો હોય છે જે વાળની ​​સારી સંભાળ રાખે છે.

વાળમાં નાળિયેરના તેલની માલિશ કરવાના ઘણા ફાયદાઓ છે, જેના વિશે આપણે અજાણ છીએ, તો આજે અમે ડર્મેટોલોજિસ્ટ અને હેર તથા વેલનેસ એક્સપર્ટ અપર્ણા સંથનમના કેટલાક સૂચિત ફાયદા વિશે વાત કરીશું, જે નાળિયેર તેલને શ્રેષ્ઠ બનાવે છે.

સૌથી સારૂ હેર પ્રોટેક્ટર

વાળના સુરક્ષા માટે નાળિયેર તેલ સૌથી શ્રેષ્ઠ છે. તડકા અને ગરમ વાતાવરણમાં હોવાને કારણે વાળને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાળમાં પૂરતો ભેજ પણ સૂર્યને કારણે ઓછો થવા લાગે છે, વાળ સુકાઈ જાય છે, જો કે નાળિયેર તેલથી તે બચાવી શકાય છે.

રિસર્ચગેટના સંશોધનથી બહાર આવ્યું છે કે, નાળિયેર તેલની માલિશ કરવાથી તે વાળના મૂળિયા સુધી પહોંચે છે અને સુરક્ષાની એક પરત બનાવે છે, જે વાળમાં ભેજ જાળવી રાખે છે. તેમાં એસપીએફ સહિતના ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ્સના ગુણ હોય છે, જે વાળને સૂર્યના નુકસાનથી બચાવે છે અને વાળને ઘણા રસાયણોથી પણ રક્ષા કરે છે.

અંદરથી વાળની સંભાળ રાખે છે

વાળની ​​સંભાળ માટે બજારમાં ઘણા પ્રકારના હેર કેર પ્રોડક્ટ મળે છે, જેનો લાંબા ગાળાના ઉપયોગથી વાળને નુકસાન થાય છે. નાળિયેર તેલ વાળના તળિયે સુધી પહોંચવા ક્ષમતા હોવાથી, તે હેર કોર્સિલ્સનો પુર્નજીવીત કરીને વાળના સ્વાસ્થ્યને અંદરથી સ્વસ્થ બનાવે છે. તેમાં હાજર ફેટી એસિડ્સ અને વિટામિન વાળમાં ભેજ જાળવી રાખે છે, જે ડ્રાયનેસને દૂર કરે છે.

સ્કેલ્પ (ખોપરી) ઉપરની ચામડીની સંભાળ રાખે છે

નાળિયેર તેલમાં એન્ટી-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી તે સ્કેલ્પની ઉપરની ચામડીની સારી સંભાળ લેવામાં અને તેને ખોળ, ડ્રાયનેસ, કોઈપણ ચેપ જેવી ઘણી સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક છે. તે સ્કેલ્પ ઉપરની ચામડી પર સ્થાયી થયેલા સીબમને પણ દૂર કરે છે, જે વાળ અને મૂળને તેલયુક્ત બનાવવામાં મુખ્ય કારણ છે.

નિર્જીવ વાળથી છૂટકારો મળે છે

જો વાળ નિર્જીવ અને ગુંચયેલું લાગે છે, તો પછી ધોવાયેલા અને ભીંજાયેલા વાળમાં નાળિયેર તેલના થોડા ટીપાં ઉમેરો, જેના કારણે વાળમાં ભેજ આવે છે અને વાળ નરમ થાય છે. નાળિયેર તેલ કુદરતી છે, તે સસ્તુ અને સરળતાથી મળી જાય છે અને વાળની ​​ઘણી સમસ્યાઓ હલ કરવામાં અસરકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap