કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળી થયા આનંદવિભોર બાળકીએ બનાવેલ ચિત્ર મુખ્યમંત્રીને ભેટમાં આપ્યું. મુખ્યમંત્રી ઉના ખાતે કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે ઉનાની દિવ્યાંગ બાળકીની મુલાકાત લઇ તેણીએ બનાવેલ ચિત્રો જોઇને આનંદ વિભોર થયા હતા.
ઉના શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી અને દિવ્યાંગ બાળકી દિવ્યા પરેશભાઈ ગોસાઈ જેમને ચિત્ર બનાવવાનો શોખ છે. અને છેલ્લા પાંચ વર્ષથી ચિત્ર બનાવે છે. દિવ્યાએ રાજ્ય સરકારની જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો છે. અને હવે તા.૧૨ જાન્યુ.ના રોજ રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. દિવ્યાની મુલાકાત લેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 10 મિનિટ જેટલા સમયની રાહ જોઈ હતી. જ્યારે દિવ્યાએ પોતાના હાથે બનાવેલ મુખ્યમંત્રીનું ચિત્ર તેમને ભેટમાં આપ્યું ત્યારે આ ચિત્ર જોઇને મુખ્યમંત્રી પ્રભાવિત થયા હતા.
