ગોધરા : પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂટણીઓનો પ્રચાર અંતિમ ચરણમાં છે.મહાનગર પાલિકાની ચુટણીમાં જીત મેળવ્યા પછી પાલિકા અને પંચાયતની ચુટણીમાં વિજય મેળવવા હવે ભાજપે કમર કસી છે.પંચમહાલની એક જીલ્લા પંચાયત,સાત તાલૂકા પંચાયંત અને બે નગરપાલિકાની ચુટણી યોજાવાની છે.ગોધરા ખાતે સીએમ વિજયભાઈ રૂપાણીએ જાહેરસભાનુ સંબોધન કર્યુ હતુ. સીએમ હેલિપેડથી સીધા લાલબાગ મેદાન ટેકરી ખાતેના સભાસ્થળ ખાતે પહોચ્યા હતા.જ્યા સૌ ઉપસ્થિત ભાજપાના અગ્રણીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ,ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.પારંપરિક મોમેન્ટો,કડુ,તલવાર સાલ ઓઢાડીને સીએમ રૂપાણીનુ સ્વાગત કરાયુ હતુ.
સીએમ વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધન કરતા જણાવ્યુ કે મહાનગર પાલિકાના પરિણામો આવ્યા કોંગ્રેસને ખબર હતી કે તેમની હાર થવાની છે.પરિણામોએ બતાવી દીધુ કે કોંગ્રેસ સત્તા માટે,વિરોધ પક્ષ માટે લાયક નથી,દુરબીન લઈને શોધવુ પડે પ્રજા વીણી વીણીને સફાયો કર્યો છે,૨૮ તારીખનુ મતદાન કોંગ્રેસ મુકત મતદાન હશે,કોંગ્રેસના સફાયા માટેનુ મતદાન હશે.કોંગ્રેસે કોરોનાકાળમા સેવાની તક ગુમાવી છે.પ્રજાની માનવતા જોવાને બદલે રાજકારણ જોવા નીકળ્યા હતા.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમના નામ કરણ મામલે જણાવ્યુ કે.દેશમા ઇન્દીરા ગાંધી,જવાહરલાલ નહેરુ ,રાજીવગાંધીના નામ પણ સ્ટેડીયમો છે,
અને મોદીના નામે એક સ્ટેડીયમ થાય તો કોંગ્રેસ આખી ઉભી થઈ જાય છે. ગુજરાતમા લવ જેહાદનો કાયદો લાવવા માગુ છુ.હિન્દુ છોકરીને ઉપાડી જાય તે ચલાવી લેવામા નહી આવે બહેનોને ફોસલાવી ધર્મપરિવર્તન કરાવામાં આવે છે તે અટકાવામાં આવશે.લેન્ડ ગ્રેબીંડ કાયદા મામલે જણાવ્યુ કે જમીન પડાવી લેનાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે.૧૩૦ અરજીની સામે કાર્યવાહી ચાલુ છે.
પુરવઠાના વિભાગના ગોડાઉનમા ચાલતી ગરબડોના સંર્દભમા વિજયભાઈ
રૂપાણીએ ભાર પુર્વક જણાવ્યુ હતુ પૂરવઠામા ગરબડો ચાલે છે.ગૂજરાતના પુરવઠાના ગોડાઉનનોને કડક રીતે ચેંકીગ કરવામા આવશે.પુરવઠામા ગરબડ કરી હશે તેને શોધી શોધીને તેના પર કાર્યવાહી કરવામા આવશે.
તેમને કમળના બટન દબાવી ભાજપને વોટ આપતા જણાવ્યુ કે કમળ એ લક્ષ્મીનુ પ્રતિક છે.લક્ષ્મી કમળ પર હોય છે.પંજા પર નથી હોતી.લક્ષ્મીની કૃપા બધા પર વરશે.નરેન્દ્રભાઈની કલ્પના મુજબનૂ ભવિષ્યનુ ભારત,ભવિષ્યનૂ ગુજરાત,ભવિષ્યનુ ગોધરા બનાવીએ એ જ અભ્યર્થના તેમ કહીને ભાષણ પુરુ કર્યુ હતુ.
કાર્યક્રમમા સાસંદ રતનસિંહ રાઠોડ,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ,કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ,પ્રભારી પ્રધ્યુમનસિંહ જાડેજા,મોરવા હડફના પુર્વ ધારાસભ્ય નિમીષાબેન સુથાર,સહિત ચુટણીમા ઉભા રહેલા ઉમેદવારો,તેમજ ભાજપા કાર્યકરો,ઉપસ્થિત રહ્યા હતા.
