અમદાવાદ: સીએમ રૂપાણીને વડોદરામાં એક સભા દરમિયાન તબિયત લથડિયા બાદ આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.ગઈ કાલે બીપી લો થઇ જતા તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા. જે બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને થાક, શારીરિક નબળાઇને કારણે ગઇકાલે વડોદરામાં ચક્કર આવ્યા હતા, તે બાદ રાત્રે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CM રૂપાણીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું, તે બાદ ECG,2D, Echo, બ્લડના ટેસ્ટ કરવામાં આવ્યા જે નોર્મલ હતા. મુખ્યમંત્રી રૂપાણીનું કોરોના માટેનું RT-PCR ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવ્યા હતા. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજય રૂપાણીને કોરોનાની સારવાર માટે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને કોરોનાનો રીપોર્ટ HRCT THORAX, IL-6, D-DIMER અને ઓક્સીજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેમની પરિસ્થિતિ STABLE છે.
