મુખ્યમંત્રીની સંવેદનશીલતા, કોવિડ દર્દીઓના પરિવારજનો સાથે જમીન પર બેસી ખબર અંતર પૂછયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઈને વિવિધ જિલ્લાઓની આરોગ્ય સ્થિતિની સમીક્ષા અને જાત માહિતી માટે મુલાકાત નો ઉપક્રમ શરુ કર્યો છે.


આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ અન્વયે જામનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ને આરોગ્ય ની સર્વ ગ્રાહી વિગતો મેળવી હતી.


મુખ્યમંત્રીએ કોવિડના દર્દીઓને અપાતી સારવાર સંદર્ભે હોસ્પિટલની ની મુલાકાત લઇ સેવારત તબીબો અને પેરામેડીકલ સ્ટાફને તેમની આવા કપરા કાળ માં પણ સતત અવિરત સેવા ભાવના માટે શાબાશી આપીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને પીઠ થપથપાવી હતી


મુખ્ય મંત્રીએ હોસ્પિટલની બહાર દર્દીઓના સગા-વ્હાલાઓની વચ્ચે બેસી જઈને તેમની સાથે રૂબરૂ વાતચીત કરી સ્વજન સહજ ભાવ કોમન મેન તરીકે વ્યક્ત કર્યો ત્યારે લાગણી સભર દ્ર્શ્યો સર્જાયા હતા


વિજય ભાઈ રૂપાણી એ આ અદના પરિવારોને તેમના સ્વજનનો નેઆપવામાં રહેલી સારવાર સંદર્ભે પૃચ્છા કરીને તેમના પરિજનો ઝડપથી સાજા થઈ જાય એવી શુભેચ્છા આપી હતી
મુખ્યમંત્રી એ આ પરિવારોને સાંત્વના આપતા સ્પષ્ટ કહ્યુ કે સરકાર તમામ પ્રકારની સારવાર આપવા સજજ છે એટલે તેમણે સહેજ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
મંત્રી આર.સી ફળદુ ધર્મેન્દ્રસિંહ જાડેજા સાંસદ પૂનમ બહેન તેમજમુખ્ય સચિવ અનિલ મૂકિમ મુખ્યમંત્રીના અગ્રમુખ્ય સચિવ કે કૈલાસનાથન આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ વગેરે આ વેળાએ જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap