ગુજરાતમાં કોવિડ-19 સામે વેક્સિનેશનની સંપૂર્ણ વ્યવસ્થા અને તાલીમ અપાઈ ગઈ છે, કેન્દ્ર સરકાર જાહેરાત કરે એટલી વાર: સીએમ

ગાંધીનગર: સીએમ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેક્વિન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.

ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગઇ છે, સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે.

મુખ્યમંત્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમૂર્હત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap