સીએમ રૂપાણીએ મહેસાણાના નગરજનોને આપી આ દિવાળી ભેટ

ગાંધીનગર: સીએમ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વ્યાપારિક ગતિવિધિઓના મહત્વના શહેર મહેસાણાનો ડેવલપમેન્ટ પ્લાન એક જ દિવસમાં મંજૂર કરીને ત્વરિત નિર્ણાયકતાનો પરિચય આપ્યો છે.

મહેસાણા શહેરના આ પ્લાનની મંજૂરી સાથે જ ડી.પી મંજૂરીમાં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્યાંક પણ મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત અને નિર્ણાયક નેતૃત્વમાં પૂર્ણ થઇ ગયો છે. રાજ્યના ટાઉન પ્લાનીંગના સમગ્ર ઇતિહાસમાં મંજૂરી માટે એક પણ ડી.પી બાકી ન હોવાની સિદ્ધિ સાથે ઝીરો પેન્ડન્સી સાકાર થયું છે.

કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પણ વિકાસ કામોની ગતિ અટકવા દીધી નથી તેવી સંવેદનશીલતા દાખવતાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં પણ ૧૦ ડેવલપમેન્ટ પ્લાન અત્યાર સુધીમાં મંજૂર કર્યા છે.

સીએમ રૂપાણીએ સુરત-સુડાના ડી.પી.ની આખરી મંજૂરી બાદ હવે મહેસાણા શહેરના આ ડી.પી.ને અગિયારમાં ડી.પી તરીકે મંજૂરી આપી છે. મહેસાણા શહેરનો આ ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરી આપીને નાગરિકોને દિપાવલી ભેટ આપી છે.

સીએમના ત્વરિત નિર્ણાયકતાને પરિણામે ૧રપ ઉપરાંતની ઓથોરિટીના ડી.પી. પૈકી એક પણ ઓથોરિટીના નકશા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી. મહેસાણા શહેરમાં રહેણાંક, વાણિજ્યીક, ઔદ્યોગિક અને અન્ય ઉપયોગ માટે વધુ જમીનો ઉપલબ્ધ થાય તેમજ પ્રગતિ વિકસે તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીકરણને અનુરૂપ તમામ ઝોનીંગ કરાયું છે.

મુખ્યમંત્રીએ મહેસાણા શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખતાં ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝના સુવ્યવસ્થિત આયોજન માટે પહોળા રસ્તાઓ પણ આ ડી.પી માં મંજૂર કર્યા છે.
તદઅનુસાર રીંગ રોડ સહિત ૩૦ મીટર, ર૪ મીટર અને ૧૮ મીટર પહોળાઇના માર્ગોનું સુઆયોજિત નેટવર્ક સુચિત કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap