CM રૂપાણીએ મહેલાણ ખાતે કરોડોના વિકાસકામોનું કર્યું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત, સાથે વિપક્ષ પર કર્યા પ્રહારો

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલિકોપ્ટર મારફતે પહોચ્યા હતાં. ત્યાથી સીધા પાનમ ઉદ્દવહન યોજનાના સ્થળે જઈને શાસ્રોકત વિધી સાથે ખાતમુહૂર્ત કર્યુ હતુ. ત્યારબાદ સભા યોજી હતી. જ્યા શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે રાધાકૃષ્ણની પ્રતિમા,તલવાર,ચાંદીનુ કંડુ આપી પારંપરિક સ્વાગત કર્યુ હતું. સીએમ રૂપાણી દ્વારા સભામા જણાવ્યું કે, રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

કરોડોના વિકાસકામોનુ લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જળ સંપત્તિ વિભાગ હેઠળ રૂ. 315 કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ જળાશય આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજનાના કામો અને રૂ.138 કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઇલેવલ કેનાલ આધારિત ઉદ્દવહનથી તળાવ ભરવાની યોજના આગામી સમયમા તૈયાર થશે. જાંબુઘોડા અને મોરવા હડફ ખાતે સરકારી કોલેજ,ચંચોપા ખાતેના મોડેલ સ્કૂલના મકાનોનુ ઈ-લોકાપર્ણ, તેમજ ઓર્ગેનિક કૃષિ યુનિર્વસીટી માટે ભુમિપુજન સહિત કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનુ લોકાપર્ણ અને ખાતમુર્હત કરવામા આવ્યુ હતું.

કોંગ્રેસ પર CM રૂપાણીના આકારા પ્રહારો

અમારી સરકાર જે યોજનાના ખાતમુહૂર્ત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. ઉક્ત વાતનું ઉદાહરણ આપતા તેમને વધુમા સીએમ એ જણાવ્યું કે, નર્મદા ડેમનું ખાતમુહૂર્ત દાયકાઓ પૂર્વે થયું પણ, તે બાદ તે યોજનાને વિસારે પાડી દેવાના પ્રયત્નો થયા. તેમાં અનેક પ્રકારના રોડા નાખવામાં આવ્યા અને હવે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા બાદ તે યોજના પૂર્ણ થઇ. કોરોનાની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવશે.મહેલાણ પાસેના સીમલેટ બેટના લોકોની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાને લઈને પત્રકારો દ્વારા પુછવામા આવેલા સવાલના જવાબમાં મૂખ્ય પ્રધાને જણાવ્યુ કે આપે ધ્યાન દોર્યુ છે તો એ અંગે અમે યોગ્ય પગલા લેશુ.

CMને સાંભળવા લોકો સભાસ્થળની બહાર ઉભા રહ્યા

પંચમહાલ જીલ્લાના મહેલાણ ખાતે રાખવામા આવેલી સભામાં કોરોના મહામારીને લઇને લઇને અમૂક ચોકકસ નિયત સંખ્યામાં જ બનાવામા આવેલા ડોમમાં માસ્ક,સોશિયલ ડીસટન્સ સાથે પ્રવેશ આપવામા આવ્યો હતો.પરંતુ પોતાના ગામમા પહેલીવાર સીએમ આવ્યા હોવાથી નજીકના રહેવાસીઓ સભાસ્થળ સુધી આવીને સીએમ વિજયભાઈ રૂપાણીના ભાષણને સાભળ્યુ હતૂ.

મંત્રીઓ,સાંસદો,ધારાસભ્યો, સહિત અધિકારીઓ રહ્યા હાજર

આ કાર્યક્રમ કેબીનેટ પ્રધાન કુવરજી બાવળીયા,ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા,રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સર્વ જેઠાભાઇ ભરવાડ, સી. કે. રાઉલજી, સુમનબેન ચૌહાણ, અગ્રણી પરાક્રમસિંહ જાડેજા, અશ્વિનભાઇ પટેલ, વરિષ્ઠ અધિકારી ધનંજય દ્વિવેદી, એમ. કે. જાદવ, મયુર મહેતા, કલેક્ટર અમિત અરોરા સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલના 250 ગામોના લોકો પણ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap