દાહોદ: 72મા પ્રજાસત્તાક પર્વના રાજ્યકક્ષાની ઉજવણી ઉગતા સૂર્યની નગરી ગણાતા દાહોદ શહેરના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તિરંગો ફરકાવામા આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયરૂપાણી હાજર રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી.

આજે દેશ આન,બાન,શાનથી ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. રાજ્યકક્ષાનો કાર્યક્રમ દાહોદ ખાતે યોજવામા આવ્યો હતો. દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ગ્રાઉન્ડ ખાતે ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરી હતી.

ગુજરાતનાં પૂર્વ દરવાજા ગણાતા દાહોદ જિલ્લામાં ૭૨માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવીને ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ પણ રાષ્ટ્ર કક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ચેતક હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી ૫૦ કિલો ગુલાબનાં પુષ્પની વર્ષા રાષ્ટ્રધ્વજ ઉપર કરવામાં આવી હતી. બાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
