ત્રણ મનપા અને ભુજ નગરપાલિકાના 259 કરોડના કામ CM રૂપાણીએ મંજૂર કર્યાં

ગાંધીનગર: સીએમ રૂપાણીએ રાજ્યના ૩ મહાનગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, STP તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. રપ૯.૬૭ કરોડ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર વડોદરા મહાનગરપાલિકાને રૂ. ર૪૮.ર૭ કરોડ ફાળવ્યા છે. વડોદરા મહાનગરમાં અટલાદરા ખાતે ૮૩ MLDના નવિન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ તરસાલી ખાતે ૧૦૦ MLDના નવિન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એમ કુલ ૧૮૩ MLDની ક્ષમતાના બે સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે તેમણે આ રકમ મંજૂર કરી છે. આ બે નવા STP ઉપરાંત વડોદરા મહાનગરના હયાત STPના અપગ્રેડેશન માટે પણ આ નાણામાંથી ખર્ચ કરાશે.

મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં અત્યાર સુધી કુલ રૂ. રર૪૧.૬૧ કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે.સીએમ રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી સડક યોજનામાં મહાનગરપાલિકાને રૂ. ૬ કરોડ ૭૯ લાખની ગ્રાંટ ફાળવી છે.

તદઅનુસાર, ગાંધીનગર મહાનગરમાં સેકટર ર૪, રપ, ર૬ અને ર૭ ના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ અને સેકટર-૧૭ના પ.૮૩ કિ.મી તેમજ સે-૧૯ના પ.ર૪ કિ.મી.ની લંબાઇના આંતરિક રસ્તાઓનું રિસરફેસીંગ કામ આ રાશિમાંથી હાથ ધરાશે. સીએમ રૂપાણીએ ભાવનગર મહાનગરપાલિકાને જનભાગીદારીના કામો અન્વયે ખાનગી સોસાયટીમાં પેવીંગ બ્લોક નાખવાના કામો અને ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ વગેરે જનવિકાસ કામો માટે ૬૦ લાખ રૂપિયા ફાળવ્યા છે. તેમણે ભૂજ નગરપાલિકાને આ હેતુસર રૂ. ૪ કરોડની ફાળવણી કરી છે. ખ્યમંત્રીના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap