રાત્રિ કર્ફ્યુને લઇને આવ્યા મોટા સમાચાર, જામનગરમાં CM રૂપાણીએ કરી જાહેરાત

રાજ્યમાં કોરોના આવતીકાલે શનિવારથી વેક્સિનેશનની શરૂઆત થવાની છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાતને 30-31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. અગાઉ પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી.

ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય અગાઉ નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો હતો. 15 દિવસ અગાઉ રાજ્યની કોર ગ્રૂપની બેઠક મળ્યાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી હતી.

કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહેતી, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો.

અગાઉ દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા હતા. રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap