ભારત અને ચીન વચ્ચે LAC પર ફરી ઘર્ષણ,ચીની સૈનિકો થયા ઘાયલ

પૂર્વ લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ફરી એકવાર આ અથડામણ થઈ છે. સિક્કિમ બોર્ડર પર આ અથડામણમાં લગભગ 20 ચીની સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે ભારતના 4 સૈનિકો ઘાયલ થયા છે. એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, ચીની સૈનિકોએ ગત સપ્તાહે ભારતીય ક્ષેત્ર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉત્તર સિક્કિમના નાકૂ લા ખાતે ભારતીય સૈનિકોએ તેમને પડકાર્યા હતા, જે બાદથી અથડામણ સર્જાઈ હતી.

માહિતી અનુસાર, ભારતીય સૈનિકો ચીની સૈનિકોને પાછળ ધકેલવામાં સફળ રહ્યા હતા. તેમણે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે અથડામણ વાળા સ્થળે પરિસ્થિતિ તંગ પરંતુ હવે સ્થિર છે.

જણાવી દઇએ કે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચેના વર્તમાન વિવાદની વાતકરીએ તો 5 મેની સાંજે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણ બીજા દિવસે પણ ચાલુ રહી, ત્યારબાદ બંને પક્ષો છૂટા પડ્યા હતાં. પરંતુ ડેડલોક હજી પણ યથાવત છે.

ત્યાર બાદ 15 જૂને, ઘણા દાયકાઓમાં પહેલી વાર ગેલવાન ખીણમાં બંને દેશોની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ. આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ચીનના સૈનિકોની આ અથડામણમાં જાનહાનિના સમાચાર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap