શહેરા: SMA-1 બિમારીથી પીડાતા ધૈયરાજસિંહ માટે મૂસ્લિમ સમાજના યુવાનોએ દાન એકત્રિત કર્યુ.

શહેરા,પંચમહાલ : શહેરા નગરમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ગંભીર બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે ચેરિટી બોક્સ તૈયાર કરીને નગરજનો પાસેથી દાન એકત્રિત કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના વતની ધૈર્યરાજસિંહ રાઠોડ નામનો ત્રણ માસનો બાળક SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે,જેની સારવાર માટે અંદાજે ૧૬ કરોડ જેટલો ખર્ચ થાય છે, ત્યારે આટલો ખર્ચ તેના માતા-પિતાને પરવડે તેમ નથી.જેને લઈને ગુજરાત રાજ્ય સહિતના લોકો સ્વૈચ્છાએ ત્રણ માસના ધૈર્યરાજ માટે અનુદાન માટે આગળ આવ્યા છે, ત્યારે ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે શહેરાનું મુસ્લિમ સમાજ પણ આગળ આવ્યું છે. શહેરા નગરમાં મુસ્લિમ સમાજ યુવાનો દ્વારા નગરમાં આવેલી વિવિધ દુકાનો પર ચેરિટી બોક્સ લઈને દુકાનદારો પાસેથી માસુમ ધૈર્યરાજ માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું, આમ આ યુવાનો દ્વારા કરવામાં આવેલી અનોખી પહેલને શહેરા નગર વાસીઓ દ્વારા આવકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap