બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને હાર્ટ એટેક આવ્યો છે.તેમને હાર્ટ એટેક આવ્યા બાદ તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રેમો હાલમાં મુંબઇની કોકિલાબેન હોસ્પિટલનાં આઈસીયુમાં છે.
મીડિયા સાથે રેમોની પત્ની લીગલ ડિસોઝાએ કહ્યું કે,તેમના હાર્ટમાં બ્લોકેજ જોવા મળ્યો છે. જે બાદ ડોક્ટરોએ તરત તેની એન્જીયોગ્રાફી કરી હતી. હાલ તે આઈસીયુમાં છે અને હાલત સ્થિર છે. રેમોની પત્નીએ એમ પણ કહ્યું હતું કે, આગામી 24 કલાક તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે, તેથી દરેકને જલ્દીથી તેની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ.
ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ
તમને જણાવી દઈએ કે રેમો ડિસોઝાએ મુંબઈની ગલીઓખી બહાર નીકળીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું મોટું નામ કમાવ્યું હતું. તે 46 વર્ષનો છે અને બોલિવૂડના લગભગ તમામ સુપરસ્ટાર્સની કોરિયોગ્રાફી કરી ચૂક્યો છે. આ ઉપરાંત રેમોએ ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. રેમો ડાન્સ રિયાલિટી શો પણ ચલાવે છે. તેના હાર્ટ એટેકના સમાચાર સાંભળીને, તેના બધા ચાહકો તેને સોશિયલ મીડિયા પર ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા કરી રહ્યા છે.
