ભારતની સરહદ પર ઘણા મહિનાઓ ચાલી રહેલી ગતિરોધની વચ્ચે, ચીને પોતાના ક્ષેત્રમાંથી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની બાજુમાં 10,000 સૈનિકો હટાવ્યાં છે. સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સુત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
માહિતી અનુસાર, ચીને આ સૈનિકોને તેમના પરંપરાગત ટ્રેનિંગ એરિયામાંથી હટાવ્યા છે. જો કે, મોરચા પર સૈનિકોની તહેનાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
એક ન્યૂઝ રિપોર્ટમાં અનુસાર, ભારત અને ચીન બંનેએ એલએસી નજીક સ્થિત ‘ડેપ્થ એરિયાજ’ પરથી તેમના સૈન્યને દૂર કર્યા છે. જો કે, પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધ હજી પણ ચાલુ છે.
સૂત્રોએ જણાવ્યું છે કે,સૈનિકોને હટાવવા પાછળનું કારણ ભારે ઠંડી હોઈ શકે છે. જણાવી દઇએ કે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેનો ગતિરોધ ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચેના વર્તમાન વિવાદની વાત કરીએ તો 5 મેની સાંજે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણ બીજા દિવસે પણ ચાલુ રહી, ત્યારબાદ બંને પક્ષો છૂટા પડ્યા. પરંતુ ડેડલોક હજી પણ યથાવત્ છે.
ત્યાર બાદ 15 જૂને, ઘણા દાયકાઓમાં પહેલી વાર ગેલવાન ખીણમાં બંને દેશોની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ થઈ. આ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ચીનના સૈનિકોની આ અથડામણમાં જાનહાનિના સમાચાર મળ્યા હતાં.
