ગાંધીધામ ખાતેથી અપહરણ કરાયેલું બાળક આંધ્રપ્રદેશથી મળી આવ્યો : દશ દિવસ બાદ પરિવાર સાથે થયું મિલન

કચ્છ : બિમલ માંકડ : પૂર્વ કચ્છમાં એસ.પી તરીકે ફરજ બજાવી ચુકેલા પરીક્ષિતા રાઠોડ, એલ.સી.બી,એસ.ઓ.જી સહિત પૂર્વ કચ્છ પોલીસની પ્રશંસનીય કામગીરી

પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષીય બાળકને ગત ૧૩ માર્ચની રાત્રે કોઈ ઉઠાવીને નાશી ગયું હતું નિંદ્રાધીન માતા પિતાની ઉંઘ ખુલતા જોયું ત્યારે તેનું બાળક અને મોબાઈલ લાપતા હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાને પગલે પરિવારજનોએ શોધખોળ આદરી હતી તેની ભાળ ન મળતા અંતે પોલીસ મથકમાં જાણ કરાઈ હતી આ સમગ્ર કિસ્સામાં પૂર્વ કચ્છ પોલીસે સી.સી.ટીવી કેમેરા સહિતની તપાસ હાથધરી હતી. એલ.સી.બી, એસ.ઓ.જી, સહિત અમદાવાદ અને ગાંધીધામ રેલવે પોલીસે હાથધરેલી તપાસના અંતે દશ દિવસ બાદ અપહરણ કરાયેલા માસુમ બાળકને આંધ્રપ્રદેશના વિશાખાપટ્નમ ખાતેથી શોધીને રંક પરિવારના માવતર સાથે મેળાપ કરાવ્યું હતું આ સમગ્ર પ્રકરણમાં પોલીસની માનવીય સંવેદના અને સત્તત સક્રિયતા બાદ ચોરાયેલા મોબાઇલે આપેલી દિશાને આધારે તપાસને વેગ મળ્યો હતો.ચોરી થયેલો મોબાઈલ સ્વીટચ ઓફ થયા બાદ ઓન થતા પોલીસને મૂળ ઝારખંડનો વતની અને હાલે ગાંધીધામના ગણેશ નગરમાં રહેતો મોહમદ સદ્દામ મોહમદ સમસુર અંસારીનું પગેરું મળ્યું હતું સદ્દામની પૂછપરછમાં બાળકને ઉઠાવી જનાર સુબ્રમણિયમ સ્વામી ભચાઉથી વિશાખાપટનમ ટ્રેનમાં ગયો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું પોલીસે એ દિશામાં આરંભેલી તપાસ બાદ સુબ્રમણિયમ અને અપહરણ કરાયેલા બાળકનો કબ્જો મેળવીને ગાંધીધામ લાવીને શ્રમજીવી પરિવારને તેનું બાળક સોંપ્યું તે સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

આ સમગ્ર ઘટનામાં પૂર્વ કચ્છમાં પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમદાવાદ ખાતે પશ્ચિમ રેલવેમાં એસ.પી. તરીકે ફરજ બજવતાં પરિક્ષિતા રાઠોડ સહીત પૂર્વ કચ્છ પોલીસની મહેનતથી વધુ એક યશ કલગી ઉમેરાઈ હતી અને એક ગરીબ પરિવારને તેનો બે વર્ષીય માસૂમ.પુત્ર પોલીસની મહેનતથી દશ દિવસ બાદ પરત મળ્યો હતો પોલીસની ફરજપરસ્તી અને માનવીય સંવેદનાને પરિવારણજનોએ વંદન સહ સરાહના કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap