સીએમ રૂપાણીની હાજરીમાં કોરોના વેક્સિનનો પ્રારંભ,જણો શું કહ્યું તેઓએ

અમદાવાદ: ૧૬ મી જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યુ હતુ તે ઘડી આજે આવી છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતા, ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઇ છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૧૬૧ કેન્દ્ર ઉપર ૧૬ હજારથી વધુ હેલ્થકેર વર્કરો કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે કોરોના વેક્સિનેસન કામગીરીનો રાજ્ય સ્તરે આરંભ ત્યારે હેલ્થકેર વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી કહ્યું છે.

અમદાવાદના નામાંકિત તબીબો, મેડિકલ જગતના તજજ્ઞો, પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઇને અન્ય લોકોને પ્રોત્સાહનરૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે જયારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઇપણ જાતના ડર વગર રસી લઇ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઇપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેસન પ્રક્રિયા અનુસરીને તેનો લાભ લેવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કોરોના રસીકરણના પ્રાથમિકતા તબક્કામાં ૫.૪૧ લાખ જેટલા કોરોના રસીના ડોઝ આપવામાં આવવામાં આવ્યા છે જેમાં ૪.૪૦ લાખ જેટલા હેલ્થકેર વર્કરોને કોવિડશિલ્ડ કોરોના રસીનો ડોઝ આપવામાં આવશે.જેના ભાગરૂપે આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર રાજ્યના ૧૬૧ રસીકરણ કેન્દ્ર પર ૧૬ હજારથી વધુ લોકોમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ કોરાના રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નરશ્રી, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ, તબીબી તજજ્ઞો એ ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થકેર વર્કરોનો ઉત્સાહ વધાર્યો હતો.

રાજ્યમાં આ રસીકરણ માટે રાજ્યમાં ૧૭૧ર૮ વેકસીનેટર્સ, ર૭૯૩૪ સેશન સાઇટસ અને રર૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટસ તૈયાર કરવામાં આવેલા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ વેકસીનેશનનો આરંભ થયો છે. આ વેકસીન લેનારા આરોગ્ય કર્મીઓ-તબીબોને કોરોના વેકસીન બેચ શોલ્ડર લગાવીને આગવી ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap