ભાવેશ રાવલ,જૂનાગઢ: શહેરના બીલખા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રૂ.,319.48 કરોડની જૂનાગઢ શહેરની ભૂગર્ભ ગટર યોજનાનું ખાત મુહૂર્ત કર્યું હતું. ઉપરાંત રૂ.32 કરોડના પ્રવાસન વિભાગના વિવિધ કામોનું પણ ખાત મુહૂર્ત કર્યું હતું.
સભાને સંબોધતા સી.એમએ જાણવા કે. જૂનાગઢ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારના બે રેલવે ફાટકોને દૂર કરવા માટે રાજ્ય સરકાર ઓવરબ્રિજ બનાવવા માટે તાંત્રિક મંજુરી આપી ચૂકી છે. જેના પ્રથમ તબક્કાના 30 કરોડ ફાળવી પણ આપ્યા છે અને ઓવરબ્રિજ બનાવવાનું એસ્ટીમેન્ટ છે. તેમાં ખૂટતા 88 કરોડ રૂપિયા પણ રાજ્ય સરકાર આપશે અને આ અંગે અધિકારીઓને તાકીદે જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજનું કામ શરૂ થાય તે અંગે કાર્યવાહી કરવા આદેશો પણ અપાય ગયા છે.
જૂનાગઢ ખાતે યોજાતા શિવરાત્રીના મેળા વિશે માહિતી આપતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, જો કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો શિવરાત્રીના મેળાની મંજૂરી મળશે.
