ખેડૂત આંદોલનને 25 દિવસથી વધુનો સમય થઈ ગયો છે, આજે ખેડૂતો ભૂખ હડતાલ પર રહેશે, આ દરમિયાન સરકારે પત્ર લખીને ખેડૂતોને વાતચીત માટે બોલાવ્યા છે. સરકારે વાતચીત માટે ખેડૂત યૂનિયને પત્ર લખ્યો છે અને સાથે જ ખેડૂતોને કહ્યું કે, એ તારીખ નક્કી કરો જે દિવસે વાચતીત કરવાની હોય.
આ પત્ર કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલ ક્રાંતિકારી ખેડૂત યૂનિયન,પંજાબના પ્રેસીડેન્ટ ડો. દર્શનપાલને પત્ર લખ્યો છે અને તેની એક કોપી ખેડૂત સંગઠનના 39 પ્રતિનિધિયીઓને પણ મોકલી છે.
જણાવી દઈએ કે, નવા કૃષિ કાયના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો 26 નવેમ્બરથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સાથે ઘણા રાઉન્ડની વાતચીત થઈ હતી,પરંતુ ખેડૂતો તે માનવા તૈયાર નથી.
કેન્દ્ર સરકાર તરફથી મોકલેલા આ પત્રમાં નવા કૃષિ કાયદાને લઈને પંજાબથી શરૂ થયેલા ખેડૂત સંગઠનોના વિરોધ પ્રદર્શનથઈ લઈને દિલ્હીની બોર્ડર પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી પણ વધુ સમયથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ આંદોલન દરમિયાન સરકાર તરફથી આ સમસ્યાઓના સમાધાન માટે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા લેવામાં આવતા પગલા અંગે મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1 ડિસેમ્બર, 3 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ સરકાર સાથે વાતચીતના ત્રીજા, ચોથા અને પાંચમા રાઉન્ડ વિજ્ઞાન ભવનમાં યોજાયા હતા, જેમાં ત્રણેય મંત્રીઓ હાજર હતા. ત્યાર બાદ 8 ડિસેમ્બરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ, સરકાર વતી, ખેડૂત સંગઠનોના નેતાઓને 9 ડિસેમ્બરે કાયદાઓમાં સુધારા અને અન્ય મુદ્દાઓને લઈને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને તેઓએ નકારી કાઢ્યો હતો.
