ભારતમાં મોટા પાયે કોરોના સામે વેક્સિનેસન અભિયાન માટે કેન્દ્ર દ્વારા વિગતવાર ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. દેશમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવશે જ્યારે આગામી કોરોના વેક્સિન રેગ્યુલેટરી રિવ્યૂ બાદ ઈમરજેન્સી ઉપયોગની મંજૂરી બાદ ઉપલબ્ધ થશે.
વેક્સિનેશનના પ્રથમ ફેઝમાં, સરકાર હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારો, 50 થી વધુ લોકો અને 50 વર્ષથી ઓછી વય ધરાવતા લોકો સહિત લગભગ 30 કરોડ લોકોને કોરોના વેક્સિન લાગુ કરવાની યોજના બનાવી રહી છે.
•એક મીડિયા રિપોર્ટ મુજબ, દર સેશન દરમિયાન દરરોજ 100થી 200 લોકોને વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવી છે.
•વેક્સિન આપ્યા બાદ લોકો પર અડધા કલાક સુધી નજર રાખવામાં આવશે.
•વેક્સિનેશન ટીમમાં પાંચ સભ્યો હશે. આમાં એક ચીફ ઓફિસર અને અન્ય ચાર મદદ કરશે. ચીફ ઓફિસર ઇંજેક્શન માટે ડોક્ટર, નર્સ, ફાર્માસિસ્ટ અથવા કાયદેસર રીતે લાયક વ્યક્તિ હશે.
•જો સેશન સાઈટ પર લોજિસ્ટિક્સ અને વેટિંગ રૂપ અને ઓબ્ઝરવેશન રૂપ માટે પૂરતી જગ્યા છે, તો ત્યાં અન્ય વેક્સિનેટર ઓફિસરની સાથે સાથે 200 લોકોનું રસીકરણ કરવામાં આવશે.
•ડિજિટલ પ્લેટફોર્મ સિસ્ટમ ‘કોવિડ વેકસીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (Co-WIN)ની મદદથી, વેક્સિન અને વેક્સિન લેનારને ટ્રેક રીઅલ ટાઇમ આધારે રાખવામાં આવશે.
•Co-WIN પર રજિસ્ટ્રેશન વોટર આઈડી, આધાર કાર્ડ,ડ્રાઈવિંગ લાઈસેન્સ,પાસપોર્ટ અને પેન્શન ડોક્યૂમેન્ટ જેવા 12 ફોટો આઈડી ડોક્યૂમેન્ટ્સથી થઈ શકે છે.
•પહેલાથી રજિસ્ટર લોકોને વેક્સિનેશન અગ્રતાના ધોરણે આપવામાં આવશે. સ્થળ પર નોંધણી કરાશે નહીં.
•રાજ્યોને એક જિલ્લામાં ઉત્પાદકની રસી ફાળવવાનું કહેવામાં આવ્યું છે જેથી અનેક પ્રકારની વેક્સિન ક્ષેત્રમાં ભળી ન જાય.
•વેક્સિન વાહક અથવા આઇસપોકને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે તમામ પગલાં લેવામાં આવશે.
