કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બે મુદ્દાઓ પર બની સહમતિ, શું છે આ મુદ્દાઓ

ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીનો કાલે ફરીએક રાઉન્ડ પૂરો ગયો હતો, પરંતુ આંદોલન પૂર્ણ થયું નથી. છઠ્ઠા મંત્રણાની વાટાઘાટો પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કૃષિ કાયદાઓનો આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલી શકાય છે. પરંતુ તે બન્યું નહીં. જોકે, બેઠકમાં મુકવામાં આવેલા 4 મુદ્દાઓમાંથી બે મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ છે. બંને બાજુથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા એક મહિનાથી થીજેલું બરફ થોડું પીગળી ગયું છે, પરંતુ સંપૂર્ણ રીતે ઓગળવા માટે આપણે 4 જાન્યુઆરીએ હજુ એક બેઠકની રાહ જોવી પડશે.

હવે ખેડૂતો અને સરકાર વચ્ચે સારા માહોલમાં થયેલી આ વાતચીત બાદ આશાની કિરણ નિશ્ચિતરૂપે જોવા મળી છે, પરંતુ જો આપણે તેનો વિચાર કરીએ તો, વાસ્તવિક મુદ્દાઓ પર હજી ચર્ચા બાદી છે. ચાલો પ્રથમ તમને જણાવીએ કે આ વાર્તાલાપ દરમિયાન કયા ક્યા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ વાતચીત માટે 4 મુદ્દાઓ હતા. પ્રથમ અને મુખ્ય મુદ્દો એ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાનો હતો. બીજો એમ.એસ.પી. ને કાયદાકીય દરજ્જો આપવાનો હતો અને ત્રીજો મુદ્દો હતો કે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અટકાવવા કાયદા હેઠળ કડક જોગવાઈઓ કરવાથી ખેડૂતોને બહાર રાખવાનો હતો. આ સિવાય ચોથો મુદ્દો વીજળી સુધારા બિલ 2020ના ડ્રાફ્ટને પાછો ખેંચવાનો હતો.

આ વાતચીતમાં આ ચાર મુદ્દાઓમાંથી બે મુદ્દાઓ ઉકેલાયા છે. એટલે કે બંને મુદ્દા પર સરકારે ખેડૂતો સાથે સંમતિ આપી છે. જાણો તે મુદ્દાઓ પહેલા શું છે.

કમિશન વટહુકમ 2020: દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં દર વર્ષે પરાલી સળગાવવાને કારણે થતાં પ્રદૂષણ અંગે કમિશન વટહુકમ 2020 લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 5 વર્ષ સુધીની સજા જેવી કડક જોગવાઈઓ કરવામાં આવી હતી. ખેડૂતોએ માંગ કરી હતી કે તેઓને આ કઠોર કાયદાથી મુક્ત કરવામાં આવે. જેને સરકારે સ્વીકારી લીધી છે. એટલે કે, આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.

વીજ સંશોધન બિલ 2020: હવે જે બીજો મુદ્દો હલ થયા છે તે, વીજ સંશોધન બિલ 2020 જને રજુ કરાવતા પહેલા ખેડૂતોએ આ બિલનો વિરોધો કર્યો હતો. આ વીજ બિલમાં કિંમતો, ક્રોસ સબ્લિડી અને કોમર્શિયલ મીટર લઈને ખોડૂતોના મનમાં ડર હતો. તેમની માંગ હતી કે, પહેલા જે વ્યવસ્થા હતી, તેજ યથાવત રાખવામાં આવે છે. આના પર પણ સરકાર અને ખેડૂતો વચ્ચે સહમતિ બની હતી અને આ મુદ્દાનો ઉકેલ આવ્યો હતો.

તો તમને એવુ લાગતુ હશે કે,હવે ખેડૂત આંદોલન થોડા સમયમાં ખતમ થઈ જશે અને કૃષિ કાયદાને લઈને કરવામાં આવેલા આ પ્રદર્શન શાંત પડી જશે.પરંતુ જે મુદ્દાઓનો ઉકેલ આવ્યો છે.તેનો કૃષિ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી.જે મુદ્દા પર આંદોલન થઈ રહ્યું છે, તે મુદ્દાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap