પંચમહાલ: જિલ્લાના પતંગના પર્વ એવા ઉત્તરાયણની ઉજવણી કરવામા આવી હતી. કોરોનાકાળમા સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવાના કારણે અગાશી થાભા ઉપર મ્યુઝિક સિસ્ટમ વગર જ આ વખતે સાદાઈ થી ઉજવણી કરવામા આવી હતી.સવારથીજ પતંગરસિયાઓ પોતાના ઘરની અગાશી પર ચઢી ગયા હતા. પંતગ ચગાવાની મજા માણતા જોવા મળ્યા હતા.મોટાઓની સાથે નાના બાળકોએ પતંગ ચગાવીને પણ ઉતરાયણ પર્વની મજા માણી હતી.પતંગ રસિયાઓએ એ કાપે લપેટની બુમો પાડીને આનંદ પ્રમોદ કરતા જોવા મળ્યા હતા.

ઊંધીયા જલેબી ફાફડાની મોજ
ઉતરાયણની મજા ઉંધીયા વગર અધુરી છે.બજારમા આવેલી ફરસાણની દૂકાનો પરથી લોકોએ ઉધીયુ સાથે જલેબી ફાફડાની ખરીદી કરી મોજ માણી હતી.ઉધીયા જલેબી ખાવાનો એક ખાસ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.સ્ટોલ પર સવારથી જ લોકોએ ખરીદી કરી હતી.આમ ખાણીપીણીની પણ મોજ માણી હતી.

કાયદો અને વ્યવસ્થાને લઇને પોલીસનો બંદોબસ્ત.
પંચમહાલ જીલ્લામા ઉતરાયણ પર્વને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસતંત્ર પણ સજ્જ બન્યુ હતુ. શહેરાનગરમા આવેલા બસ સ્ટેશન વિસ્તાર,પરવડી વિસ્તાર નાડારોડ,અણિયાદ ચોકડી સિંધી ચોકડી સહિતના વિસ્તારમા પોલીસ અને એસઆરપી હોમગાર્ડ સહિતના જવાનો ખડેપગે ફરજ બજાવી હતી.શહેરા પોલીસ મથકના પીઆઈ એમ.આર.નકુમ દ્વારા બંદબસ્તના રૂટનૂ નિરિક્ષણ કરવામા આવ્યુ હતૂ.તેમજના નગરમા આવેલા રહેણાક મકાનો,સોસાયટીના વિસ્તારોનુ ડ્રોનકેમેરા થકી સર્વેલન્સ પણ હાથ ધરવામા આવ્યુ હતું.
