લગ્ન એ સાત જન્મોનું અતૂટ બંધન બની જાય છે, પરંતુ છૂટાછેડા એ આ બંધન વચ્ચે મોટો અવરોધ છે. કમ્પેર બેટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં માલદીવમાં હનીમૂન મનાવવા વાળા દંપતીના છૂટાછેડાના કિસ્સા વધુ બન્યા હોવાનું સામે આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ અભ્યાસ 3,100 લોકો પર કરવામાં આવ્યો છે, જેઓ હનીમૂન પછી તેમના જીવનસાથીથી અલગ થઈ ગયા છે અને જેમણે છૂટાછેડા લીધા છે. સન યુકે દ્વારા પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ થાઇલેન્ડ, કેનકમ અને બેંગકોકને સેફ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે ગણવવામાં આવ્યા છે.
આ 3100 લોકોમાંથી 620 એટલે કે 20% છૂટાછેડા લીધેલા લોકો છે કે જેમણે માલદીવમાં તેમના હનીમૂનનો આનંદ માણ્યો હતો. જો આંકડાઓને માનીએ તો માલદીવ એવા દેશોની યાદીમાં ટોપ પર છે જેમાં ટૂંક સમયમાં જ પરણિત યુગલોના હનીમૂન પછી છૂટાછેડા થયા છે.
માલદીવ પછી મોરોક્કોનું મારાક્સ બીજું શહેર છે જ્યાં હનીમૂન પછી 527 (17 ટકા) લોકોએ છૂટાછેડા લીધા છે. બોરા-બોરા હનીમૂન ડેસ્ટિનેશન ત્રીજા નંબરે છે, જ્યાં છૂટાછેડાનો આંકડો 13 ટકા છે. વિવાહિત યુગલો માટે સલામત હનીમૂન ડેસ્ટિનેશન કેલિફોર્નિયામાં નાપા વેલી અને બેંગકોક યાદીમાં ટોપ પર છે.
