સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રને તપાસ એજન્સીઓની કચેરીઓમાં સીસીટીવી અને રેકોર્ડિંગ સાધનો લગાવવા નિર્દેશ આપ્યો છે. આ તપાસ એજન્સીઓમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA)નો સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સીઓની કચેરીઓમાં કેમેરા લગાવવા જોઈએ જેની ધરપકડ અને પૂછપરછ કરવાની શક્તિ છે.
જસ્ટિસ આર.એફ. નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, “મોટાભાગની એજન્સીઓ તેમની ઓફિસોમાં પૂછપરછ કરે છે, તેથી તમામ કચેરીઓમાં અનિવાર્યપણે સીસીટીવી લગાવવામાં આવશે, જ્યાં આવી પૂછપરછો અને આરોપીઓ પોલીસ સ્ટેશનની જેમ જ રાખવામાં આવે છે.”
કોર્ટે CBI, ED, NIA ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB),ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલીજન્સ અને સીરિયલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ની કચેરીઓમાં સીસીટીવી લગાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાપિત થવાની સીસીટીવી સિસ્ટમો નાઈટ વિઝનથી સજ્જ હોવી જોઈએ અને તેમાં ઓડિયો તેમજ વીડિયો ફૂટેજ શામેલ હોવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સીસીટીવી કેમેરા બાદ આવી રેકોર્ડિંગ સિસ્ટમ સાથે લગાવવા જોઈએ, જેથી તેના પર સ્ટોર ડેટા 18 મહિના સુધી રાખી શકાય.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે માનવાધિકારના ભંગને રોકવા માટે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે,આ વર્ષે સપ્ટેમ્બરમાં 3 એપ્રિલ 2018 ના આદેશ અનુસાર, તેણે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની ચોક્કસ સ્થિતિ અને નિરીક્ષણ સમિતિઓની રચના કરવા માટે કહ્યું હતું.
બેંચે કહ્યું કે 24 નવેમ્બર સુધી 14 રાજ્ય સરકારો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ પાલનના સોગંદનામા અને એક્શન રિપોર્ટ્સ દાખલ કર્યા હતા, પરંતુ આ અહેવાલોમાંથી મોટાભાગના રિપોર્ટ દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની ચોક્કસ સ્થિતિ જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા.
