હાથરસ ગેંગરેપ કેસમાં CBIની ચાર્જશીટમાં થયો આવો ખુલ્લાસો

CBIએ 18 ડિસેમ્બરે હાથરસ ગેંગરેપ અને હત્યા કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. પીડિતાના છેલ્લા નિવેદનના આધારે એજન્સીએ 22 સપ્ટેમ્બરના રોજ ચાર્જશીટ ફાઇલ કરી હતી. હવે એક મીડિયા રિપોર્ટમાં ચાર્જશીટમાં જણાવેલી બાબતોનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર CBIએ કહ્યું છે કે ‘પીડિતાની તબીબી તપાસમાં વિલંબ થતાં પુરાવા નાશ પામ્યા છે.’

એક મીડિયા રિપોર્ટ અનુસાર, CBIએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે,ચંદપા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ યુવતીનું નિવેદન લેવાની અને તેને મેડિકલ તપાસ માટે મોકલવાની કાર્યવાહીનું પાલન કર્યું નથી. પીડિતા અને તેના પરિવારજનોએ પહેલા આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.

આ પરિવાર 14 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વાર ચંદપા પોલીસ સ્ટેશન ગયા હતા. ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ સીઆરપીસીની કલમ 154 હેઠળ પીડિતાનું નિવેદન યોગ્ય રીતે રેકોર્ડ ન કરવાની ભૂલ કરી હતી.

‘મહત્વપૂર્ણ ફોરેન્સિક પુરાવા બચ્યા નથી’

રિપોર્ટ અનુસાર, CBIએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે,પીડિતાના ભાઈએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે આરોપી સંદીપે તેની હત્યાના ઇરાદે ‘યુવતીનું ગળું દબાવવાની કોશિશ કરી હતી.’ એજન્સીએ કહ્યું કે યુવતીએ એક નિવેદનમાં ‘જબરદસ્તી’ (છેડતી, તાકતનો ઉપયોગ)નો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો ન હતો અને ‘મહત્વપૂર્મ ફોરેન્સિક પુરાવા બચી શક્યા નથી.’

CBIએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે,19 સપ્ટેમ્બર સુધી કોઈ મહિલા અધિકારી કે,ચંદપા પોલીસ સ્ટેશનના SHO યુવતીને પૂર્વ કાર્યવાહી કરી નહોતી. સપ્ટેમ્બર 19 ના રોજ, યુવતીએ આગળના નિવેદનમાં ‘છેડતી’ નો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેને તબીબી તપાસ માટે મોકલ્યો ન હતો. પોલીસે શરૂઆતમાં આઈપીસી કલમ 354 (બળાત્કારના ઇરાદે બળનો ઉપયોગ) અથવા કલમ 376 (બળાત્કાર) ઉમેર્યા નથી.

CBIનું કહેવુ છે કે, 22 સપ્ટેમ્બરના રોજ, જ્યારે અલીગઢ હોસ્પિટલમાં પીડિતાએ તેના નિવેદનમાં ‘બળાત્કાર’ કહ્યું હતું, ત્યારે તેણીને ફક્ત તબીબી સારવાર માટે મોકલવામાં આવી હતી.

CBIનું કહેવુ છે કે, પોલીસ અને અધિકારીઓ દ્વારા આ કેસને સંભાળવા અંગેની બેદરકારીને કારણે પીડિતાની મેડિકલ તપાસ વિલંબ થયું હતું. વિલંબના કારણે તે સમયે મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરી શકાયા નહીં.

યૂવતી અને આરોપી વચ્ચે અફેર હતું: ચાર્જશીટ

રિપોર્ટ અનુસાર, CBIએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે,આરોપીઓ સંદીપ અને પીડિતાનું ‘લવ અફેર’ હતું. જો કે, એજન્સીએ આ અફેરને કોઈ પણ રીતે ગુના સાથે જોડ્યો નથી.

સીબીઆઈનું કહેવું છે કે ‘બંને વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી અને બાદમાં પરિવારને આ બાબતની જાણકારી મળી હતી. ચાર્જશીટમાં એજન્સીએ જણાવ્યું છે કે યુવતીએ આરોપી સંદીપ અને તેના કોલને અવગણવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ આરોપી ‘નિરાશ’ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap