મુંબઈ પોલીસના દરોડામાં એક નાઈટ ક્લબ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાયું હતું. આ નાઈટ ક્લબમાં ક્રિકેટર સુરેશ રૈના, ઇન્ટિરિયર ડિઝાઇનર અને ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન પણ હાજર હતા. પોલીસે બંને સહિત કુલ 27 લોકો સામે ગુનો નોંધ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, મંગળવારે સવારના 2:30 વાગ્યે મુંબઇ પોલીસે એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાય ક્લબ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે ક્લબ મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું.
રિપોર્ટ અનુસાર સુરેશ રૈના અને સુઝાન ખાન સિવાય ગાયક ગુરુ રંધાવા અને બાદશાહ પણ આ ક્લબમાં હાજર હતા. બાદશાહ ટક્લબના પાછળના ગેટ પરથી નિકળી ગયો હતો.
મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે,પોલીસે જુદા-જુદા નાઇટ ક્લબમાંથી મળેલી માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ઘણી નાઇટ ક્લબ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં નહતાં.
પોલીસે આઈપીસીની કલમ 188, બોમ્બે પોલીસ એક્ટ અને એપીડેમિટ ડિસીઝ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
