આગામી 6 મહાનગરની ચૂંટણી અન્વયે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક યોજાઈ હતી. તારીખ પહેલી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીં ચાલનારી આબેઠકમાં છ મહાનગરના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ઉલ્લખનિય છે કે, 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
